હેવાન પિતાએ બંધ રૂમમાં બાળકને લાકડીઓ વડે મારી મારીને કર્યા એવા હાલ કે…- વિડીયો જોઇને તમે જ કહો શું સજા મળવી જોઈએ?

બાળક જ્યારે ભૂલ કરે છે ત્યારે પિતા કે પરિવારનું સૌથી મોટું કામ તેને પાઠ ભણાવવાનું હોય છે. ઘણી વખત ભૂલ મોટી હોય ત્યારે પિતા પણ…

બાળક જ્યારે ભૂલ કરે છે ત્યારે પિતા કે પરિવારનું સૌથી મોટું કામ તેને પાઠ ભણાવવાનું હોય છે. ઘણી વખત ભૂલ મોટી હોય ત્યારે પિતા પણ કડક વલણ અપનાવે છે, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. જ્યારે બાળકને સમજાવવાની ઘેલછા એ મર્યાદાને વટાવે છે ત્યારે તે ક્રૂરતાનું સ્વરૂપ લે છે. આવો જ એક વાયરલ વીડિયો(Viral videos) સામે આવ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલો વ્યક્તિ એક નાના બાળકને લાકડીથી ખરાબ રીતે મારતો હોય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે તેણે વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રૂમમાં એક નાના બાળકને ખરાબ રીતે માર મારી રહ્યો છે. ઓડિયો સ્પષ્ટ નથી, પરંતુ સાંભળી શકાય છે કે બાળક ‘પાપા’ને માર મારવાનું બંધ કરવા વિનંતી કરી રહ્યો છે. જો કે, લાખો પ્રયત્નો પછી પણ તે વ્યક્તિ રાજી ન થયો અને તેને મારતો રહ્યો. આ દરમિયાન બાળક મારથી બચવા માટે રૂમમાં ભાગી રહ્યો છે, પરંતુ તે જેને પિતા કહી રહ્યો છે તે તેને મારવાનું ચાલુ રાખે છે. હાલમાં આ વિડીયો ક્યાંનો છે તે અંગેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી પરંતુ આ પ્રકારની હરકત કરનારને સખત સજા થવી જોઈએ.

જણાવવામાં આવી રહ્યું છે કે, મામલો હૈદરાબાદનો છે. અહીં એક વ્યક્તિ વિરુદ્ધ તેના સગીર પુત્રને માર મારવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર હૈદરાબાદ પોલીસે રવિવારે બાળકની માતાએ નોંધાવેલી ફરિયાદ પર કાર્યવાહી કરી છે. ચૈત્રીનાકા પોલીસ ઇન્સ્પેક્ટર અબ્દુલ કાદિર જિલાનીના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ અશોક ખાંટે તરીકે કરવામાં આવી છે, જેણે સંબંધીના ઘરે કોઈ તોફાન કરવા માટે તેના પુત્રને લાકડીથી માર્યો હતો.

એજન્સી અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું, “એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તેના સંબંધીના ઘરે તેના પુત્ર તોફાન કરતો હતો જેને લીધે ગુસ્સે થઈ ગયો. તેણે તેની પુત્રીને ફોન પર આ બાબત રેકોર્ડ કરવા કહ્યું. જ્યારે બાળકની માતાને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેણે ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

નોંધ: ત્રિશુલ ન્યુઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *