કુદરતે સર્જયો શણગાર: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મેઘધનુષ સર્જાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા – જુઓ વિડીયો 

હાલ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. દરેક જગ્યાએ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાતપુડા(Satapuda) અને વિધ્યાંચલ (Vidyanchal)ની ગીરીકંદરાઓ વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue…

હાલ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. દરેક જગ્યાએ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાતપુડા(Satapuda) અને વિધ્યાંચલ (Vidyanchal)ની ગીરીકંદરાઓ વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) ચોમાસા (Monsoon)ની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આવા સુંદર વાતાવરણમાં આજે વહેલી સવારના વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદના વિરામ બાદ અચાનક મેઘધનુષ્ય દેખાતાં પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લોકોને 2થી ત્રણ મિનિટ માટે દ્રશ્યો જોવા મળ્યા:
જાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુદરતે શણગાર સજ્યો હોય તેમ સુંદર દ્રશ્યો 2થી 3 મિનિટ માટે લોકોને જોવા મળ્યા હતા. જેને પગલે પ્રવાસીઓ આનંદિત થઈ ગયા હતા. તેમજ તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ આહલાદક વાતાવરણ જોઈ પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું.

આ સ્થિતિમાં હાલ સમગ્ર ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે 15મી ઓગષ્ટને લઈને તિરંગાનો માહોલ આખા દેશમાં છવાયો છે. સાથે હરઘર તિરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ જોવા મળ્યો હતો. જાણે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેઘ ધનુષ્યની રચના કરી હતી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી હોય એવું જોવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *