હવામાન વિભાગની મોટી આગાહી- આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ભર શિયાળે ખાબકશે વરસાદ

હાલમાં જોવા જઈએ તો શિયાળા(Winter)ની કડકડતી ઠંડીની સાથે હવે વરસાદી માહોલ(Rainy weather) છવાયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું…

હાલમાં જોવા જઈએ તો શિયાળા(Winter)ની કડકડતી ઠંડીની સાથે હવે વરસાદી માહોલ(Rainy weather) છવાયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા(Rainstorm) પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત(South Gujarat)ના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે હાલમાં શિયાળાની કાતિલ ઋતુમાં વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે છે, એવામાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે, ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગદ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાઈ શકે છે.

આ સાથે સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મંગળવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ સુરત શહેર અને જિલ્લામાં બફારો પણ અનુભવાતો હતો. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *