ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નો જન્મદિવસ પાંજરાપોળની ગાયોને ઘાસ ખવડાવવી ઉજવવામાં આવ્યો

Published on: 3:58 pm, Wed, 21 July 21

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ત્યારે આજે આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ એવા ગોપાલ ઈટાલીયાનો જન્મદિવસ છે. જન્મદિવસના ભાગ રૂપે સુરત પાંજળા પોળ માં ગૌ માતાઓ ને ઘાસચારો ખવડાવી ને જન્મદિવસ ની આમ આદમી પાર્ટી સુરત દ્વારા ઉજવણી કરી ને સમાજ માં સારો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જન્મ દિવસની ઉજવણીમાં વોર્ડ નંબર 16 પુણાગામના પાયલ સાકરિયા અને વોર્ડ નંબર 4ના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયા સહીત અન્ય આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો તેમજ નગરસેવકો હાજર રહ્યા હતા.

મોટા ખોટા ખર્ચ કરીને ઉજવણી કરવા કરતાં મૂંગા જીવો ને ખવડાવી ને ઉજવણી કરી હતી જેને લીધે આમ આદમી પાર્ટી ખુશી ની લાગણી અનુભવે છે. કહી શકાય કે, ભારતમાં પ્રથમવાર કોઈ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નો જન્મદિવસ હોય અને કાર્યકર્તાઓ દ્વારા પાંજરાપોળ માં જઈને ગાયોને ઘાસ ખવડાવી તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવી ઉજવવામાં આવ્યું હોય તેવી પહેલી ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.