હત્યા કે આત્મહત્યા: ગામની સીમમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ- જાણો ક્યાંની છે આઘાતજનક ઘટના

તાજેતરમાં જ દેસાડ ગામમાંથી એક ખુબ જ દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેસાડ ગામે બે દિવસ પહેલા કામલીયા ગામનો…

તાજેતરમાં જ દેસાડ ગામમાંથી એક ખુબ જ દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેસાડ ગામે બે દિવસ પહેલા કામલીયા ગામનો યુવાન તેના મામાના ઘરે આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે રાત્રે ચમારીયા ગામના પાટીયે પાછળ શેરડીના ખેતરના શેઢે સમડીના ઝાડની ડાળીએ લટકેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી.

આ ઘટનાની જાણ વાલિયા પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી લાશ ઉતારી પોસ્ટમોર્ટમ માટે વાલિયા સીએચસીમાં લઈ જઈ પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોત ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ મૃતક યુવાનના પરીજનોનો આક્ષેપ કર્યા છે કે, આ આત્મહત્યા નથી કરી પરંતુ હત્યા થયેલ છે.

જાણવા મળ્યું છે કે, કામલીયા ગામનો રમેશ ઉર્ફે રણજીત કાલુ વસાવા વસાવા ઉ.વ.35 બે દિવસથી તેની માતા અને અંધ ભાઈ પાસે તેના મામાના ઘરે દેસાડ આવ્યો હતો. તે તેની પત્ની સાથે છેલ્લા બે મહિનાથી રહેતો ન હોવાથી સાવ એકલવાયું જીવન થઈ ગયું હતું.

ગઈકાલે ચારથી પાંચ વાગ્યાના અરસામાં તે ઘરેથી નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન આજે સવારે ચમારીયા, દેસાડ અને વાલિયાની સીમમાં આવેલ અખ્તર હુસેન અબ્દુલ કરીમ શેખના શેરડીના ખેતરમાં શેઢા ઉપર સમડીના ઝાડ પર રમેશ વસાવાની તેના શર્ટ વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ અંગે હાલ અકસ્માત મોત ગુન્હો નોંધવામાં આવ્યો છે. મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ પેનલ તબીબો દ્વારા કરવામાં આવ્યું છે. એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્કોડની મદદ લઇ આ તપાસમાં મર્ડર છે કે આત્મહત્યા છે તેનું તારણ કાઢી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તેના મામાએ જણાવ્યું કે, અમારો ભાણિયો ગઈકાલનો નીકળી ગયો હતો. તેને કોઈ જોડે દુશ્મની કે બોલાચાલી પણ ન હતી. જે પરિસ્થિતિમાં તેની લટકતી લાશ મળી એ જોતાં તેના માથા પર કપાળે અને પગે મારેલા ના ઘા હતા. તેને મારીને તેના જ શર્ટ વડે લટકાવી દીધો હતો. આ મર્ડર છે આત્મહત્યા નથી તેવું તેમણે કહ્યું હતું. આ અંગે 100 મીટરના અંતરે હેવી લાઈનના ટાવર ઉભો કરવાનું કામ પણ ચાલે છે તેમની પણ તપાસ કરવામાં આવે તો કંઈક કળી મળી શકે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *