રેલ્વે સ્ટેશન બહાર સાઈન બોર્ડ સાથે યુવાનની લટકતી લાશ મળી આવતા મચી ચકચાર

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સા દરમિયાન રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેરના જંક્શન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના બહારના…

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સા દરમિયાન રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેરના જંક્શન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના બહારના ગેટ પર લગાવવામાં આવેલ સાઇન બોર્ડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આ બાબતે જાણ થતા પોલીસ સહિત ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચી આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, લાશ નીચે ઉતાર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરાંત, પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે રાજકોટ રેલવે સ્ટેશનના બહાર ગેટ પર લગાવવામાં આવેલા સાઈન બોર્ડમાં લટકતી હાલતમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવી છે.

મળતી માહિતી મુજબ, તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. યુવકનું મોત કયા કારણસર થયું છે, તે બાબત અંગે જાણવા માટે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, દસ્તાવેજના આધારે પોલીસ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સોશિયલ મીડિયા મારફતે મોકલેલા ફોટા ભાગીના જ હોવાનું મૃતકના ભાઇએ ઓળખી જણાવ્યું હતું.

આ ઉપરાંત, ટેલિફોનિક વાતચીતમાં મૃતક યુવાન પહેલા રાજસ્થાન, સુરત મજૂરીકામ કરતો હતો. પરંતુ, કામ નહિ મળતા તે રાજકોટ આવ્યો હશે તેવું મૃતકના ભાઇએ જણાવ્યું હતું. મૃતકના ભાઇએ આર્થિક ભીંસથી પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનો રાજકોટ આવ્યા બાદ આપઘાતનું સાચું કારણ જાણવા મળશે તેમ તપાસનીશ અધિકારી દ્વારા જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *