શહીદની શહાદતને સો-સો સલામ: જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજમાં પહોંચ્યો, આખું ગામ ચઢ્યું હિબકે, જુઓ live દ્રશ્યો

Published on Trishul News at 10:34 AM, Wed, 20 October 2021

Last modified on October 20th, 2021 at 10:34 AM

ગુજરાત: આજથી બે દિવસ અગાઉ જ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આતંકવાદીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં ગુજરાત (Gujarat) ના વીર સપૂતે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ખેડા (Kheda) જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ નાના એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે.

આની સાથોસાથ તેના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. સમગ્ર દેશ માટે સદાય તત્પર રહેનાર તેમજ પોતાનો જીવ નછોવાર કરનાર આર્મી જવાનના પાર્થિવદેહને આજે તેના વતનમાં લાવવામાં આવ્યો હતો કે, જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન રોકકળથી સમગ્ર વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું.

25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીરમાં શહાદત વહોરી:
કપડવંજ તાલુકામાં આવેલ નાનકડા એવા વણઝારીયા ગામના 25 વર્ષના હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીરમાં શહાદત વહોરી છે ત્યારે અહીં આંતકીઓ તથા સુરક્ષા દળો વચ્ચે થયેલ અથડામણમાં હરિશસિંહને ગોળી વાગતાં મા મોભની રક્ષા કાજે શહીદ થયા છે.

આ વાત વાયુ વેગે હરિશસિંહના વતન સુધી પહોંચતાં સમગ્ર ગામ તેમજ પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. તો પરીવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં 2 દિકરા છે કે, જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે.

આ જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામમા આવ્યા હતા કે, જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર તેમજ મિત્રોની સાથે સમય વિતાવીને ફરી પાછા જમ્મુમાં હાજર પોતાની ફરજ બજાવવા માટે હાજર થયા હતા.

આર્મી જવાને ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું:
કપડવંજની શાળામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. હરીશસિંહને બાળપણથી આર્મીમાં જવાનો શોખ હતો. આની માટે તે પોતાનું શિક્ષણ પુરુ કરીને આર્મીમાં જવા માટેના અથાગ પ્રયત્નો કર્યા હતા તેમજ વર્ષ 2016માં આર્મીમાં પસંદગી થતાં હરીશસિંહે તેના પરિવારને ખુશીઓથી ભરી દીધું હતું.

આર્મી જવાનના માતા-પિતા સહિત ભાઈ રાજી થઈ ગયા હતા. યુવાનની સૌપ્રથમ પોસ્ટીંગ આસામ જયારે બીજી રાજસ્થાન તેમજ હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી. આ યુવાને શહીદી વહોરી લીધાના સમાચાર વાયુવેગે જવાનના મિત્રો તેમજ સમાજમાં પ્રસરતાં લોકો તથા ગ્રામજનો પરિવારની વહારે આવ્યા છે.

જવાનના ઘરની બહાર હૈયા ફાટ રુદનનો આક્રંદ જોવા મળી રહ્યો છે ત્યારે પાસેના સ્વજનો જણાવે છે કે, આર્મી જવાનની 1 વર્ષ પહેલા જ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરી માસમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા તેમજ આ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે.

જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા:
આ જવાનના શોકમાં સંપૂર્ણ જિલ્લો હાલમાં શોકમગ્ન થયો છે ત્યારે દેશ પ્રેમીઓ સ્વૈચ્છિક રીતે પોતાના ગામમાં રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશ કાજે પોતાના જીવનું બલિદાન આપનાર વીર શહીદ હરીશસિંહજી પરમારને મહેમદાવાદના સોજાલીના ગ્રામજનોએ કેન્ડલ સળગાવીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આની સાથે જ ગામના આશાપુરા માતાજીને મંદિરે સૌ ગ્રામજનો એકઠા થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આની સાથોસાથ કેટ-કેટલાય ગામોમાં આ વિર શહીદને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે. શહાદત વહોરનાર આર્મી જવાનનો મૃતદેહ મંગળવારની વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામમાં લઈ જવાયો હતો.

અહીં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામમાં આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. કેટલાક લોકો વાહનો મારફતે તો કેટલાક લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈને આ શહીદની યાત્રામાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "શહીદની શહાદતને સો-સો સલામ: જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજમાં પહોંચ્યો, આખું ગામ ચઢ્યું હિબકે, જુઓ live દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*