ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવા અવતારમાં લોંચ થશે SUV Bolero Neo – જાણો કિંમત અને અપડેટ?

ભારતીય ઓટો નિર્માતા મહિન્દ્રા ટૂંક સમયમાં તેની લોકપ્રિય SUV Bolero Neoનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને વર્ષના અંતમાં માર્કેટમાં…

ભારતીય ઓટો નિર્માતા મહિન્દ્રા ટૂંક સમયમાં તેની લોકપ્રિય SUV Bolero Neoનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને વર્ષના અંતમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. તેની ખાસ વાત એ છે કે આ SUV 7 કે 9 પેસેન્જર ક્ષમતા સાથે આવશે. કંપનીએ જુલાઈ 2021માં પહેલીવાર બોલેરો નીઓ લોન્ચ કરી હતી.

SUVના નવા વર્ઝનનું નામ Mahindra Bolero Neo Plus હશે. નવી બોલેરો નિયો પ્લસ સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ નહીં હોય. તે TUV300 Plus SUVના સુધારેલા સંસ્કરણ તરીકે લોન્ચ કરવામાં આવી રહી છે, જે ગયા વર્ષે એપ્રિલ 2020માં લોન્ચ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે, બોલેરા નિયો પ્લસની સાઈઝ આગામી મોડલ કરતા મોટી હશે. તેની લંબાઈ 4400mm, પહોળાઈ 1795mm અને ઊંચાઈ 1812mm હશે. તેનું વ્હીલબેઝ 2680mm હશે. તે જ સમયે, તેનું 5-સીટર વર્ઝન 3995mm લાંબુ, 1795mm પહોળું અને 1817mm લાંબુ છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો, આવનારી SUVમાં નવા MID ડિસ્પ્લે સાથેનું નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, માઉન્ટેડ કન્ટ્રોલ સાથે ટિલ્ટ એડજસ્ટેબલ પાવર સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ ORVM, ફ્રન્ટ આર્મરેસ્ટ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ મળશે. ઇકો મોડ સાથે AC અને અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવશે.

Mahindra Bolero Neo Plusના એન્જિનની વાત કરીએ તો તેમાં વર્તમાન મોડલની જેમ 2.2 લિટર ડીઝલ એન્જિન મળશે. આ એન્જિન 4,000rpm પર 118bhpનો પાવર જનરેટ કરી શકે છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સનો વિકલ્પ મળશે. Mahindra Bolero Neo હાલમાં 5 વેરિઅન્ટમાં આવે છે. આમાં N4, N8, N10R, N10 અને N10નો સમાવેશ થાય છે. વર્તમાન Neo મોડલની કિંમત 9.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 11.78 લાખ રૂપિયા સુધી જાય છે. આ કિસ્સામાં, Mahindra Bolero Neo Plusની કિંમત 12 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *