યુવક પોતાની પ્રેમિકાને અડધી રાત્રે મળવા પહોચ્યો અને યુવતીના પરિવારને ખબર પડી જતા થયું એવું કે… 

Published on Trishul News at 1:17 PM, Mon, 7 June 2021

Last modified on June 7th, 2021 at 1:17 PM

એવું કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે અને લોકો પ્રેમમાં પાગલ હોય છે. પરંતુ ક્યારેક આ પાગલપણું ભારે પણ પડી જાય છે. આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક ગામમાં અડધી રાત્રે પ્રેમીને પોતાની પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું ભારે પડ્યું હતું. ચાર્જર આપવા ગયેલો પ્રેમી પ્રેમિકાના પરિવારજનોના હાથે ઝડપાઇ જતા અડધી રાતે જોવા જેવી થઈ હતી. બન્યું એવું કે, મોડી રાત્રે ચાર્જર આપવા ગયેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

અને તેને માર માર્યો હતો જેથી તેને હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ડુંગરી નજીકના એક ગામમાં ગઇ મોડી રાત્રે એક પ્રેમિકાએ પોતાના પ્રેમીને ચાર્જર આપવા બોલાવ્યો હતો. પ્રેમ ભરી વાતો કરતી વખતે પ્રેમિકાના મોબાઈલમાં બેટરી પૂરી થઈ જતાં અડધી રાત્રે પ્રેમિકાએ પ્રેમીને ચાર્જર આપવા ઘર પર બોલાવ્યો હતો.

આ દરમિયાન પ્રેમિકાનો આદેશ થતાં જ પ્રેમી કોઈપણ જાતની બીક વિના અડધી રાત્રે પોતાની પ્રેમીકાને ચાર્જર આપવા ઘરેથી નીકળી પડ્યો હતો. જોકે, અડધી રાત્રે ઘર નજીક કોઈ આવ્યું હોવાની જાણ થતાં જ પ્રેમિકાના પરિવારજનો ઉઠી ગયા હતા. અને ચાર્જર આપવા આવેલો પ્રેમી તેની પ્રેમિકાના પરિવારજનોના હાથે ઝડપાઈ ગયો હતો.

ત્યારબાદ પ્રેમિકાના પરિવારજનોને હકીકતની જાણ થતાં દરેકે મળીને પ્રેમીને બરોબરનો માર માર્યો હતો. પ્રેમિકાના પરિવારજનોના હાથે માર ખાવાને કારણે પ્રેમીને શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ પણ થઈ હતી. જોકે, જીવ બચી ગયો હતો. સારવારની જરૂર પડતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. અત્યારે પ્રેમી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.

આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આખરે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આથી પ્રેમી દ્વારા પ્રેમિકાના પરિવારજનોના ચાર સભ્યો વિરૂદ્ધ માર મારવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેથી ડુંગરી પોલીસ દ્વારા સમગ્ર ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "યુવક પોતાની પ્રેમિકાને અડધી રાત્રે મળવા પહોચ્યો અને યુવતીના પરિવારને ખબર પડી જતા થયું એવું કે… "

Leave a comment

Your email address will not be published.


*