લગ્નના ફોટોશૂટ દરમિયાન દુલ્હને દુલ્હા અને ફોટોગ્રાફર સાથે કરી એવી હરકત કે…- વિડીઓ જોઇને હસવું નહિ રોકી શકો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

લગ્નના મજેદાર વિડિઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને લોકોને આવા વીડિયો ખૂબ ગમે છે. આજકાલ લોકો લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાનું પસંદ કરે છે. અથવા એમ કહી શકાય કે, વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ ચાલી ગયો છે. આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર અને કન્યા તેમના લગ્નનું ફોટોશૂટ કરાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કન્યાએ વરરાજા સાથે જે કર્યું તેનાથી તમે દંગ રહી જશો.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર અને કન્યા પાણીની વચ્ચે સ્ટેજ પર પોઝ આપી રહ્યા છે. પછી કેમેરામેન આવે છે અને વરનો હાથ પકડે છે અને કન્યાને પોઝ બતાવવા લાગે છે. કન્યાને ખુબ જ મજા આવે છે અને સ્ટેજ પર ઉભેલા કેમેરામેન અને દુલ્હાને ધક્કો મારી દે છે અને બંને પાણીમાં પડી જાય છે.

આ વિડીઓ જોવામાં પણ ખુબ જ મજેદાર છે. કન્યા સ્ટેજ પર ઉભેલા કેમેરામેન અને દુલ્હાને ધક્કો મારીને નીચે પાણીમાં પાડી દે છે અને ત્યારબાદ તે જોર જોરથી હસવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં 2 હજારથી વધુ લાઈક આવી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *