બહેનની વિદાય પર રડવુ ભારે પડ્યું ભાઈને, સાર્વજનિક રીતે માગવી પડી માફી

Published on Trishul News at 4:41 PM, Thu, 17 October 2019

Last modified on October 17th, 2019 at 4:42 PM

લગ્ન પછી દુલ્હનની વિદાઈ દરમિયાન એવો માહોલ બની જાય છે કે કોઈની પણ આંખોમાં આંસુ આવી જાય છે. તમે પણ આવો માહોલ જોયો હશે અને કદાચ તમે પણ રોયા હશો પરંતુ રૂસી ગણરાજ્ય ચેચન્યામાં દુલ્હનની વિદાય સાથે જોડાયેલો એક એવી ઘટના સામે આવી છે જેણે દરેકને હેરાન કરી દીધી છે. અહીં એક ભાઈને પોતાની બહેનની વિદાઈ દરમિયાન રોવાનું મોધુ પડ્યું હતુ. તેના માટે તેને સાર્વજનિક માફી માંગવી પડી હતી.

મળતી જાણકારી પ્રમાણે છેલ્લા અઠવાડીયામાં બહેનની વિદાઈ પર ભાઈના રોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર વિવાદ થયો. ધાર્મિક નેતા રજમાન કદીરોવના જણાવ્યા પ્રમાણે લગ્નમાં રોઈને છોકરાએ ચેચન્યાની પરંપરાનું ઉલ્લંઘન કર્યો હતો. પરંપરા પ્રમાણે તેને બહેનના લગ્નમાં જવાનું ન હતુ પરંતુ તે ગયો અને ત્યાં જઈને રડ્યો હતો. આ જ કારણ છે કે તેને સાર્વજનિક રીતે માફી માગવા માટે કહ્યું હતુ.

 

View this post on Instagram

 

В социальных сетях и не только, возрастает волна недовольства жителей Чечни недостойным поведением некоторых людей на чеченских свадьбах. Жители выражают возмущение, требуя соблюдения традиционных устоев и призывают прекратить нарушение чеченского этикета на массовых мероприятиях. Ролики с плачущими на свадьбах мужчинами, провожающими своих сестер в день их замужества – абсолютно недопустимые явления для чеченского общества. Есть свод неписанных правил поведения на свадьбе, соблюдение которых позволяет нам сохранять свой менталитет и особую культуру. Те же кто идет поперек всех обычаев и традиций должны отвечать за свои действия и слова, чтобы такое впредь не повторялось никем и нигде на чеченских свадьбах! #Чечня#новости#свадьба#интересное#извинения

A post shared by ПРО ЧЕЧНЮ И НЕ ТОЛЬКО (@pro_chechnya) on

છોકરાની માફી વાળો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વયરલ થયો છે. ઈતિહાસકાર જેલિમખાન મુસાઈવના જણાવ્યા પ્રમાણે ચેચન લગ્નમાં લોકો દ્વારા પોતાની ભાવનાને પ્રદર્શન કરવુ યોગ્ય માનવામાં આવતુ નથી પછી મહિલા હોય કે પુરૂષ. એટલા માટે જ્યારે છોકરો પોતાની બહેનના લગ્નમાં રોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો તેનાથી લોકો નારાજ થઈ ગયા હતા.

હકિકતે ચેચન્યાના પુરૂષ દુનિયામાં સૌથી મજબુત અને શક્તિશાળી માનવામાં આવે છે આજ કારણે કદાચ છોકરા પાસે માફી મંગાવી હશે. જો કે કેટલાંક લોકો આ નિર્ણયથી નારાજ છે કારણ કે તેમનું માનવુ છે કે બહેનની વિદાય વખતે કોઈ પણ ભાવુક થઈ જાય છે. એવામાં જો કોઈ ભાઈ રડી પડે તો તેને સાર્વજનિક રૂપે માફી મંગાવવી યોગ્ય નથી.

આ બાબતની સૌથી રસપ્રદ વાત એ છે કે લગ્નમાં દુલ્હનના પરિવારના સદસ્યોની ઉપસ્થિતિ અથવા આ પ્રકારના આયોજનોમાં ભાવનાઓનું સાર્વજનિક પ્રદર્શન ચેચન્યામાં કાયદા વિરૂદ્ધ નથી. પરંતુ આ માત્ર પરંપરા વિરૂદ્ધ જાય છે. એટલા માટે કેટલાંય લોકોએ અપરાધિઓ પર નકેલ કસવાના સરકારના દૃષ્ટિકોણની આલોચના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "બહેનની વિદાય પર રડવુ ભારે પડ્યું ભાઈને, સાર્વજનિક રીતે માગવી પડી માફી"

Leave a comment

Your email address will not be published.


*