સુરતના આ બિલ્ડરે પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર 400 બેડ ની હોસ્પિટલ બનાવવા સરકારને કરી ઓફર

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને…

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને ઓફર કરી છે તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગ તૈયાર છે તેમાં સરકાર 400 બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરી શકે છે.

https://www.facebook.com/photo.php?fbid=2865382476848291&set=a.504494959603733&type=3

સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળાએ જણાવ્યું કે, હાલના સમયમાં જે મહામારી ફેલાઈ છે તેમાં આપણે બધાએ સાથે મળીને લડવું પડશે. માત્ર સરકારે જ નહીં પરંતુ સેવાભાવી સંસ્થા, બિલ્ડરો અને ડોક્ટરોએ આગળ આવવું પડશે. મારી વેલંજા ખાતેની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે. તેમાં 200થી વધારે ફ્લેટ છે એટલે કે તેમાં સરકાર ઈચ્છે તો 400 બેડની હંગામી ધોરણે કોરોના માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવી શકે છે. આ અંગે મેં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્યો ઝાલાવાડિયા અને હર્ષ સંઘવીને પણ વોટ્સએપના માધ્યમથી આ અંગે રજૂઆત કરી છે.

https://www.facebook.com/100001296992800/videos/2866026870117185/

ભાલાળાએ વધુમાં જણાવ્યું કે ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશો વિકસિત દેશો છે તેમાં આરોગ્ય લક્ષી સેવાઓ ખુબ સારી છે જ્યારે ભારતમાં સ્થિત અલગ છે. ચીને જે રીતે 10 દિવસમાં હોસ્પિટલ ઊભી કરી તેવી રીતે આપણે ઈચ્છીએ તો પાંચ દિવસમાં હોસ્પિટલ બનાવી શકીએ છીએ. જેના માટે બિલ્ડરો અને ડોક્ટરોએ આગળ આવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *