મા બામલેશ્વરીના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને નડ્યો ગંભીર અકસ્માત, ત્રણના મોત અને 7 ઈજાગ્રસ્ત- ‘ઓમ શાંતિ’

Published on Trishul News at 7:39 PM, Mon, 11 October 2021

Last modified on October 11th, 2021 at 7:39 PM

છત્તીસગઢ: દુર્ગ જિલ્લા(Durg District)ના મોહન નગર પોલીસ સ્ટેશન(Mohan Nagar Police Station) વિસ્તારમાં રવિવારે સવારે એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત(Three people died in the accident) અને 7 ઘાયલ થયા હતા. જાણવા મળ્યું છે કે, ડોંગરગઢ(Dongargarh)થી મા બામલેશ્વરી(Maa Bamleshwari)થી દર્શન કરીને પરત આવતા ભક્તોથી ભરેલી એસયુવી કાર બેરીકેડ તોડીને 25 ફૂટ નીચે પડી ગઈ હતી. આ દરમિયાન મોર્નિંગ વોક પર નીકળેલા બે લોકો પણ અકસ્માતનો શિકાર બન્યા અને તેઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના અંજોરાના બાફના ટોલ પ્લાઝા(Anjora’s Bafna Toll Plaza) પાસે બની હતી.

મૃતકોમાં પુરેન્દ્રના પિતા સેમેન્દ્ર સાહુ, રોશન સોની અને અવિનાશ તમરાકરનો સમાવેશ થાય છે. ઘટના સમયે રોશન અને અવિનાશ મોર્નિંગ વોક પર ગયા હતા. ઘાયલોને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સવાર તમામ લોકો રાયપુરના અશ્વની નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાયપુર અશ્વિની નગરમાં રહેતા આઠ મિત્રો પુરેન્દ્ર સાહુ, ઉજ્જવલ દેવાંગન, સૌરભ સરોજ, કૃષ્ણ તમરાકર, ધીરજ દેવાંગન, સદ્દામ અંસારી, ભવ્યા સાહુ અને અમિત સાહુએ માતા બામલેશ્વરીની મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો હતો. બધા શનિવારે કાર દ્વારા ડોંગરગઢ ગયા હતા. રવિવારે સવારે મા બામલેશ્વરીના દર્શન કરીને રાયપુર પરત ફરી રહ્યા હતા.

સવારે 6.30 વાગ્યે તેની કાર અંજોરા વિસ્તારમાં બાફના પુલિયા પાસે પહોંચવાની હતી કે, તરત જ ડ્રાઈવરે તેનું સંતુલન ગુમાવ્યું હતું. ત્યારે ઝડપભરી એસયુવી રસ્તાની બાજુના બેરીકેડને તોડીને લગભગ 25 ફૂટ નીચે પડી ગઈ હતી. અકસ્માત બાદ નજીકના લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, જે સમયે અકસ્માત થયો તે સમયે શહેરના લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. જે બે મૃતકોની ઓળખ થઈ નથી, એવું માનવામાં આવે છે કે, તેઓ મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે કારે તેને ચપેટમાં લીધા હતા. પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે. ઘાયલોના અને એક મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મા બામલેશ્વરીના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને નડ્યો ગંભીર અકસ્માત, ત્રણના મોત અને 7 ઈજાગ્રસ્ત- ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*