પૂરપાટ ઝડપે આવતી કાર બ્રીજ પરથી નીચે પટકાઈ, કોઈનો ચમત્કારીક બચાવ તો કોઈના પર ત્રાટક્યું મોત 

હૈદરાબાદમાં હર્દય કંપાવી ઉઢે તેવી ઘટના બની છે. હૈદરાબાદમાં ગચ્ચી બાવલી અને હાઈટેક સીટીની વચ્ચે બનેલ બાયોડાઈવર્સિટી બ્રીજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. આ…

હૈદરાબાદમાં હર્દય કંપાવી ઉઢે તેવી ઘટના બની છે. હૈદરાબાદમાં ગચ્ચી બાવલી અને હાઈટેક સીટીની વચ્ચે બનેલ બાયોડાઈવર્સિટી બ્રીજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. આ સપ્તાહનો આ બીજો અકસ્માત છે જેણે ફરી એકનો ભોગ લીધો છે. શનિવારે આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી કાર ઉપરથી સીધી જ નીચે પડી હતી. જેના કારણે એક મહિલાનું મોત અને અનેક લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે બ્રીજ પરથી નીચે ફંગોળાયેલી કાર જે ઝાડ સાથે અથડાઈ હતી તે પણ તૂટીને ધૂળ ચાટતું થઇ ગયું હતું.. નીચેથી પસાર થઈ રહેલી એક યુવતીનો ચમત્કારીક બચાવ થયો હતો તો તેનાથી થોડે આગળ જ ચાલતી એક મહિલાનું મોત થયું હતું. કારની હડફેટે આવતાં જ અન્ય 9 લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને તત્કાળ જ સારવાર માટે દાખલ કરાયા હતા.

આ અકસ્માતના સી.સી.ટી.વી. પણ સામે આવતાં જ વાઈરલ થવા લાગ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર હવામાં ફંગોળાઈને સીધી જ નીચે પટકાય છે. આ દુર્ઘટનાના કારણે કલાકો સુધી ત્યાં ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. આખી ઘટના બાદ આ ફ્લાયઓવરને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાયો છે. તો મેયરે પણ મૃતકને પાંચ લાખની સહાય આપવાની અને ઘાયલોને સારવાર આપવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ હજુ થોડા સમય અગાઉ જ લોકો માટે ખુલ્લા મૂકાયેલા આ ફ્લાયઓવર પણ થોડા દિવસો પહેલાં જ અકસ્માતના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે આજે સર્જાયેલા અકસ્માતમાં પણ કારચાલકે સ્પીડમાં ટર્ન લેવા જતાં જ કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કાર ધડાકાભેર અથડાઈને સીધી જ નીચે પટકાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *