સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા મુખ્ય પ્રધાન આવતીકાલે લેશે સુરતની મુલાકાત- લેવાશે લોકડાઉનનો કડક નિર્ણય?

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. પરંતુ હવે અનલોકના 30…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. પરંતુ હવે અનલોકના 30 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધારે કેસ ધરાવતા 2 જિલ્લા અમદાવાદ અને સુરતનું ચિત્ર બદલાઈ રહ્યું છે.અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ મોતમાં અને કેસમાં ઘટાડો નોધાયો છે,વળી બીજી બાજુ સુરતમાં આ સ્થિતિ વણસી છે. સુરતમાં કેસ અને મૃત્યુ બન્નેમાં વધારો જોવા મળે છે. અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ 407 કેસ અને 94 મૃત્યુ ઓછા નોંધાયા છે,જ્યારે બીજી બાજુ સુરતમાં મેની સરખામણીએ 2,203 કેસ અને 45 મૃત્યુ વધુ નોંધાયા છે.

અમદાવાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાયેલાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.22 જૂને કુલ 314 કેસ નોંધાયા હતા,ત્યારપછી દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.જો કે,29 જૂનનાં રોજ 236 કેસ નોધાયા હતા,પરંતુ 30 જૂનનાં રોજ કેસ 200ની નીચે જતા રહ્યાં હતા.જ્યારે સુરતમાં 19 જૂનથી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.20 જૂનથી રોજ નોંધાતા કેસનો આંકડો 100થી વધારે રહ્યો છે. 29 જૂને તો કેસનો આકડો 200ને પણ વટી ગયો હતો.

સુરત જિલ્લામાં 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 239 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 191 અને નવા ડિસ્ટ્રિક્ટ 48 કેસનો સમાવેશ થાય છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી 5084 અને ગ્રામ્યમાં 635 કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં સંક્રમિતોનો કુલ આંકડો 5719 પર પહોંચી ગયો છે. સુરતમાં આજે કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં એક-એક મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 209 પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કરતાં સુરતમાં વધુ કેસ નોંધાયા હતા. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે સરકાર પણ ચિંતિત બની છે, ત્યારે આજે પણ સુરત ગ્રામ્યમાં કોરોનાના વધુ 38 કેસ નોંધાયા છે. કામરેજમાં 13, ચોર્યાશીમાં 06, ઓલપાડમાં 7 , માંગરોળમાં 05 અને પલસાણામાં 07 કેસ નોંધાયા છે. આમ, જિલ્લાનો આંક 625એ પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર, આજે બપોર સુધીમાં સુરતમાંથી કોરોનાના 130 કેસ સામે આવ્યા હતા. આ વધી રહેલા આંકડાઓને ધ્યાનમાં રાખીને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવશે. અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા પણ કરશે. અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સુરતમાં આવી ચુક્યા છે અને સતત વધતા કેસને ઓછા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

છેલ્લા ચાર દિવસથી આરોગ્ય સચિવે સુરતમાં ધામા નાખ્યા છે. સુરતમાં કેસ દિવસે દિવસે વધી રહ્યા છે સાથે સાથે મૃતકોનો સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પગલે ગંભીરતાને જોતા મુખ્ય પ્રધાન પોતે સુરત આવી રહ્યા છે. અને મુખ્ય પ્રધાન સુરત આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ સુરતમાં ફરી વાર લોકડાઉન લાદી શકે છે.

ઉલ્લેખનીય છે કે સુરત કમિશ્નર દ્વારા સુરતના બે રેડ ઝોન બનેલા સુરતના કતારગામ અને વરાછા ઝોનના પણ અને ગલ્લા બંધ કરવાનો આદેશ આપી ચુક્યા છે.અને હીરાની ઓફીસ કારખાના પણ બંધ કરાવ્યા છે. સુરત મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5719 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 214 થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *