નવા-જૂનીનાં એંધાણ: નવરાત્રી પહેલા ફરી એકવાર થઈ શકે છે મુખ્યમંત્રીની બદલી, હાઇકમાન્ડ તૈયારીમાં લાગી

આપને જાણ હશે જ છે કે, છેલ્લા થોડા સમયથી દેશ (India) ના અનેકવિધ રાજ્યનાં મુખ્યમંત્રી (Chief minister) ઓની ખુરશી બદલાઈ રહી છે ત્યારે ગુજરાત (Gujarat)…

આપને જાણ હશે જ છે કે, છેલ્લા થોડા સમયથી દેશ (India) ના અનેકવિધ રાજ્યનાં મુખ્યમંત્રી (Chief minister) ઓની ખુરશી બદલાઈ રહી છે ત્યારે ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની પસંદગી કરવામાં આવી છે. પંજાબ (Punjab) પછી છત્તીસગઢ (Chhattisgarh) માં પણ કોંગ્રેસ સરકારમાં વિવાદ આવી છે ત્યારે નવરાત્રી પહેલા જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

ધારાસભ્યો પહોંચી રહ્યા છે દિલ્હી:
છત્તીસગઢમાં કોંગ્રેસમાં અંદરોઅંદર ચાલી રહેલ વિવાદની વચ્ચે નવરાત્રી પહેલા જ કોઇ મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે મળી રહેલ જાણકારી પ્રમાણે કોંગ્રેસનાં ગઢમાં હવે મુખ્યમંત્રીને બદલીને નવો ચહેરો આગળ કરવામાં આવી શકે છે.

જો કે, હાલના મુખ્યમંત્રી બઘેલ પણ પોતાની ખુરશી બચાવવા માટે પૂરેપુરા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં બૃહસ્પતિ સિંઘ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, 35 જેટલા ધારાસભ્યો દિલ્હી જશે તેમજ હાઈકમાન્ડ મળે નહીં ત્યાં સુધી પરત ફરશે નહીં.

TS સિંહદેવનાં નિવેદનોથી ધારાસભ્યો થયા નારાજ:
છત્તીસગઢનાં CMનાં સમર્થનમાં ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. કારણ કે, રાજ્યનાં મંત્રી ટીએસ સિંહ દેવ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સરકારનાં કેટલાય ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે. બૃહસ્પતિ સિંહ જણાવે છે કે, ઘણીવાર આવા નિવેદનોથી સરકાર મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે તેમજ જનતા પ્રશ્નો કરતી હોય છે કે, જેથી નેતૃત્વ પરિવર્તન પર હાઇકમાન્ડ નિર્ણય લેશે.

અઢી અઢી વર્ષનાં સીએમ હોવા પર ચાલી રહ્યો છે વિવાદ:
અહીં નોંધનીય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે અઢી અઢી વર્ષનાં CM રાખવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. આવા સમયમાં હાલનાં સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવને CM બનવું છે તેમજ તેમના સમર્થનમાં ધારાસભ્યો પણ દોડ લગાવી રહ્યા છે.

હાલના મુખ્યમંત્રીએ કર્યું હતું શક્તિ પ્રદર્શન:
અહીં નોંધનીય છે કે, રાજસ્થાનમાં ગેહલોત તેમજ પાયલટની જેમ જ છત્તીસગઢમાં પણ બઘેલ તથા સિંહદેવ વચ્ચે વિવાદ ચાલતો રહ્યો છે. જો કે, થોડા દિવસ અગાઉ જ બઘેલે 70 માંથી 54 ધારાસભ્યોની દિલ્હીમાં પરેડ કરાવીને પોતાનું પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *