આંખમાં હાથનો અંગુઠો વાગી જતા ૧૩ વર્ષના બાળકે દૃષ્ટિ ગુમાવી, દાનમાં મળેલી કીકીથી ડોકટરોએ સફળ સર્જરી કરી

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક રુવાડા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષીય બાળકને જમણી આંખમાં પોતાના હાથના અંગૂઠો વાગી જતા કીકી ફાટી…

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક રુવાડા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષીય બાળકને જમણી આંખમાં પોતાના હાથના અંગૂઠો વાગી જતા કીકી ફાટી ગઈ હતી અને તેણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી. સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા દાનમાં મળેલી કીકી બાળકની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને દૃષ્ટિ આપીને અંધત્વથી બચાવવામાં આવ્યો છે. આ અંગે સોલા સિવિલના આંખ વિભાગના વડા ડો. દીપિકાબેન સિંઘલ જણાવે છે કે, ગયા વર્ષે સોલા સિવિલના આંખના વિભાગમાં 13 વર્ષનો બાળક આંખે દેખાતું ન હોવાની ફરિયાદ સાથે તપાસ માટે આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, બાળકને પોતાનો જ અંગૂઠો જમણી આંખમાં વાગી જતાં કીકી ફાટી ગઈ હતી. તેથી ધીમે ધીમે તેની આંખની દૃષ્ટિ સાવ ઓછી થઈ ગઈ હતી. એક સમયે તો તેને આંખની આગળ હાથ હલતો હોય એટલો જ ખ્યાલ આવતો હતો, એનાથી વધારે તેને કશું દેખાતું ન હતું. પરંતુ, બાળક તપાસ માટે આવ્યો એ સમયે હોસ્પિટલમાં એક વ્યકિતના ચક્ષુદાનથી પ્રાપ્ત થયેલી આંખ ઉપલબ્ધ હોવાથી તેની કીકી બદલી શકાય એમ હતું, જેથી અમે તાત્કાલિક બાળકના પરિવારની પરવાનગી મેળવી ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.

જાણવા મળ્યું છે કે, બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને લોકલ એનેસ્થેસિયાને બદલે પૂરેપૂરો બેભાન કરીને ઓપરેશન કરવુું પડે એમ હતું. જેથી આ ઓપરેશન માટે ડો. કિશન પ્રજાપતિનો સંપર્ક કરીને તેમના સહયોગથી ઓક્ટોબર 2020માં આંખનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અંગૂઠો વાગવાથી થયેલી ઇજાને લીધે મોતિયો પણ પાકવા લાગ્યો હતો. જેથી ઓપરેશનના 9 મહિના બાદ 1 જુલાઇ 2021ના રોજ મોતિયાનું ઓપરેશન કરીને આંખમાં મણિ મુકવામાં આવ્યો હતો. કીકી બદલવાનું ઓપરેશન થયું હોવાથી એવા દર્દીમાં મોતિયાનું ઓપરેશન ખૂબ જ જટિલ સાબિત થતું હોવાથી સાવચેતી જરૂરી હોય છે.

કીકી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી જટિલ હોય છે. આ ઓપરેશનમાં દાનમાં આવેલી કીકી બાળકની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે આંખની ખરાબ થયેલી કીકી કાઢી ત્યાર બાદ નવી કીકી બેસાડવા માટે 16 ટાંકા લીધા ગોવાનું જાણવા મળ્યું છે. પુખ્ત વ્યક્તિ કરતાં બાળકોની આંખનું સ્ટ્રક્ચર અત્યંત નાજુક હોવાથી આ પ્રક્રિયા કરવી અઘરી હોય છે. સર્જરી જેટલી મોડી કરવામાં આવે એટલું આંખમાં ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે અને આંખ નાની થઇ જાય અને વિઝન પાછું આવવાની સ્થિતિ નહિવત બની જતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *