વિધાનસભા તરફ આગળ વધતા કોંગ્રેસીઓ પર વોટર કેનનથી પાણીમારો કરાયો

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા તરફ કૂચ કરી હતી.…

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી. તેમાંથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો.

અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. તેમાં કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના અન્ય કોંગ્રેસના નેતા પણ જોડાયા હતા. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ હાલમાં પ્રદર્શન કરી રહ્યું છે.

વિધાનસભામાં પણ કોંગ્રેસ મુદ્દા ઉઠાવશે

કોંગ્રેસ તા. 9મીના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ,કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના વગેરે મુદ્દે વિધાનસભા માં કોંગ્રેસ આ મુદ્દાઓ ગૃહમાં ઉઠાવશે તેમ સૂત્રોનું કહેવું છે. પોલીસ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના સક્રિય લાગતા નેતાઓ પર બે દિવસ પહેલાંથી પોલીસે જ વોચ ગોઠવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

મહેસાણા હિંમતનગર પોલીસ પણ સ્ટેન્ડ ટુ

કોંગ્રેસ દ્વારા વિધાનસભા કૂચની જાહેરાત બાદ ગાંધીનગર પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. જેમાં ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઈજી સાથે મિટિંગ કરીને જરૂરી સુચનાઓ આપી છે. ગાંધીનગર જિલ્લાની પોલીસની સાથે મહેસાણા અને હિંમતનગર પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરી છે. સાથે સાથે એસઆરપીની એક ટીમ પણ તૈનાત કરવા સૂચન કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *