વાહનચાલકે ટ્રાફિક પોલીસ પાસે જ વસુલ્યો દંડ, કારણ જાણી તમે પણ કહેશો “વાહ…”

ગુજરાતમાં વાહનો માટે બનાવામાં આવેલ નિયમો અનુસાર, કોઈ કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કે આરટીઓ દ્વારા વાહન જપ્ત કરાય તો તેને દંડ ભરીને છોડાવવું પડતું…

ગુજરાતમાં વાહનો માટે બનાવામાં આવેલ નિયમો અનુસાર, કોઈ કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કે આરટીઓ દ્વારા વાહન જપ્ત કરાય તો તેને દંડ ભરીને છોડાવવું પડતું હોય છે. પણ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસે રૂ. 2000 વાહન માલિકને ચૂકવવા પડ્યા છે. વાહનમાલિકે આ અંગે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટ્રાફિક પોલીસને રૂ.2000 વાહન માલિકને ચૂકવવા માટે આદેશ કર્યા છે. કોર્ટે ટકોર કરી કે, તપાસ માટે મુદ્દામાલની કોઈ જરૂર નથી તેથી પોલીસ કસ્ટડીમાં ન રાખી શકાય. કોર્ટના આદેશ બાદ ટ્રાફિક PIએ પૈસા ચૂકવી દીધા હતા. કોઈ કેસમાં પોલીસે વાહન માલિકને પૈસા ચૂકવવા પડ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ જ ગુનામાં 18 જાન્યુઆરીના રોજ એસજી હાઈવે પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક PI એ.એસ. ડામોર દ્વારા એક ટ્રકને જપ્ત કરવામાં આવી હતી. ટ્રાફિક PIએ જાહેરનામા ભંગની કલમ ટ્રક ચાલક પર લગાવી હતી.

પોલીસે ટ્રક જપ્ત કરી લેતા તેના માલિક અશ્વિન પટેલે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રક તેમની માલિકીની છે, અને જે મામલે તેને જપ્ત કરાઈ છે તેની તપાસમાં મુદ્દામાલને પોલીસની કસ્ટડીમાં રાખવાની કોઈ જરુર નથી. ટ્રક પોલીસ કસ્ટડીમાં હોવાથી વેપાર-ધંધા પર તેની અસર થઈ રહી છે, અને પોલીસ કસ્ટડીમાં તેની બોડી-પાર્ટ્સ ખરાબ થવાની પણ શક્યતા છે, જેથી મુદ્દામાલ તરીકે ટ્રક મને આપવા કોર્ટે આદેશ કરવો જોઈએ.

આ રજૂઆત બાદ કોર્ટે વાહનમાલિકની વાત માન્ય રાખી હતી. મુદ્દામાલ માલિકને પરત કરવા માટે પોલીસને આદેશ કર્યો હતો. એવી પણ શરત હતી કે, મુદ્દામાલ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી વેચી શકાશે નહીં. જ્યારે પણ કોર્ટ મંગાવશે ત્યારે રજૂ કરવાનો રહેશે. કોર્ટે એવી શરત પણ મૂકી હતી કે જરુર પડ્યે ત્યારે ટ્રકને કોર્ટમાં રજૂ કરવી પડશે, અને કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી તેને વેચી નહીં શકાય. કોર્ટની કાર્યવાહીમાં વાહનમાલિકને ખર્ચાની મૌખિક પૃચ્છા કરવામાં આવી હતી, અને ત્યારબાદ ટ્રક જપ્ત કરનારા પીઆઈને વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પણ આદેશ કરાયો હતો.

કોર્ટના આદેશ અનુસાર ટ્રાફિક પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવી આપ્યા હતા. મુદ્દામાલની અરજી વખતે વાહનમાલિકને મૌખિક રીતે પૂછવામાં પણ આવ્યું હતું. આપેલા પૈસા કોઈ દંડ પેટે ન હતા પણ ખર્ચ પેટે આપવામાં આવ્યા હતા. જે ચૂકવી આપવામાં આવ્યા છે. આ અંગે સેશન કોર્ટમાં પણ અપીલ કરવામાં આવી છે. જોકે, તેમણે કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે, જેમાં તેમણે એવી રજૂઆત કરી છે કે પોતે પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાથી પોતાની વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાય તે માટે કોર્ટના આદેશ અનુસાર રુપિયા ચૂકવી આપ્યા છે.

ભૂતકાળમાં આવી કલમ હેઠળ વાહન જપ્ત કરવામાં આવ્યા છે, અને વાહનમાલિકોને વળતર આપવાનો કોઈ આદેશ નથી કરાયો. વળતર આપવાના આદેશથી ગુનો કરનારાને પ્રોત્સાહન મળે તેમ હોવાથી ગ્રામ્ય કોર્ટના આ હુકમ સામે વાંધો છે, અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા બાદ આ અપીલ કરી છે, તેમ પીઆઈ ડામોરે સેશન્સ કોર્ટમાં કરેલી પોતાની અપીલમાં જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *