ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મશાર કરતી ઘટના- મંદિરમાં ગર્ભવતી બહેન સાથે ભાઈએ લીધા સાત ફેરા

Published on: 10:51 am, Thu, 24 November 22

હાલ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં સગા પિતરાઈ ભાઈ-બહેને(Cousins) એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આનો વિડીયો(Viral video) પણ હાલ સોશિયલ મીડિયા (Social media)માં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરો તથા છોકરી ગામના મંદિરમાં લગ્ન કરે છે. જાણવા મળ્યું છે કે, છોકરીને પ્રેગ્નન્સી (Pregnancy)નો ચોથો મહિનો જાય છે.

આ ઘટના બિહારના વૈશાલીની હોવાનું સામે આવ્યું છે. બંનેના ઘર બાજુ-બાજુમાં છે અને તેઓ પિતરાઈ ભાઈ-બહેન છે. મળતી માહિતી અનુસાર, છેલ્લાં 3 વર્ષથી ભાઈ-બહેન વચ્ચે અફેર ચાલી રહ્યું છે. ભાઈ-બહેનના લગ્નની આ વાતની જાણ ગ્રામજનોને થતા તેઓને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

જોકે, લગ્ન બાદ બંનેનો પરિવાર ગુસ્સામાં છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાઈ છે કે, યુવક ચપટી સિંદૂર લઈને યુવતીનો સેંથો ભરે છે. ત્યારબાજ મંગળસૂત્ર પહેરાવે છે. આ સિવાય યુવક બાઇક પર યુવતીને બેસાડીને ઘર લઈ ગયો હતો.

યુવકના પેરેન્ટ્સ આ લગ્નથી ખુશ છે અને યુવતીને વહુ તરીકે સ્વીકારી લીધી છે. તેઓના પરિવારને બંને ભાઈ-બહેન હોવાથી ક્યારેય તેમના સંબંધો પર શંકા ગઈ નહોતી. લગ્નની તમામ વિધિનો વિડીયો એ યુવક દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. તેમજ વાયરલ પણ તેણે પોતે જ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.