રોગોનો રામબાણ ઈલાજ એટલે પાલકનો રસ, આ રીતે મટાડો 15 પ્રકારની તકલીફો

પાલકમાં ભરપૂર માત્રમાં પોષક તત્વો રહેલાં છે. તેમજ તેમાં આયર્નનું પ્રમાણ પણ ભરપૂર માત્રામાં રહેલું છે. આ સિવાય તેના અન્ય પણ ઘણાં ફાયદા છે, જ…

પાલકમાં ભરપૂર માત્રમાં પોષક તત્વો રહેલાં છે. તેમજ તેમાં આયર્નનું પ્રમાણ પણ ભરપૂર માત્રામાં રહેલું છે. આ સિવાય તેના અન્ય પણ ઘણાં ફાયદા છે, જ તમને નાની મોટી ઘણી તકલીફોમાંથી બચાવશે. પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. આવો જાણીએ પાલકના રસના કેટલાક ફાયદા….

આ રીતે મટાડો 15 પ્રકારની તકલીફો:

પાલક માં વિટામિનની પ્રમાણતા વધારે જોવા મળે છે.પાલકનો જ્યૂસ પીવાથી હાડંકા મજબુત બને છે.

પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવા માટે પાલકનો રસ પીવો. શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદરૂપ રહે છે. આ ઉપરાંત, જો તમને કબજિયાતની સમસ્યાઓ હોય તો પાલક નો રસ તમારા માટે વધારે ફાયદાકારક રહેશે.

જો તમારી કોઈ ચામડીને લઇને સંબંધિત સમસ્યા હોય તો પાલક નો રસ પીવાથી તમને લાભ થશે. પાલકના પાનના રસનો ઉપયોગ ત્વચાને ફળદ્રુપ અને યુવાન રાખે છે. તે વાળ માટે પણ ફાયદાકારક છે

સગર્ભા સ્ત્રીઓને પણ પાલક નો રસ પીવા માટે સલાહ આપવામાં આવે છે. પાલકનો રસ પીવાથી સગર્ભા સ્ત્રીના શરીરમાં આયર્નની કોઈ ખામી રહેતી નથી.

અડધો કપ પાલકના રસમાં અડધો કપ કળથીનો રસ અને થોડાં ટીપાં લીંબુનો રસ નાખીને રોજ સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે.

પાલકનો રસ અને બીટનો રસ મિક્સ કરીને પીવાથી મસલ્સ મજબૂત થાય છે અને લોહી સાફ થાય છે.

ભરાવદાર, કાળા અને લાંબા વાળ માટે પાલકના રસમાં કાકડી અને ગાજરનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.

પાલકના રસમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

પાલકના રસમાં મધ અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી ખાંસી અને શ્વાસની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

પાલક અને તુલસીના પાનનો રસ કાઢી બન્ને મિક્સ કરી ફોલ્લી અને સોજાવાળા ભાગ પર લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.

શરીરમાં લોહીની ઊણપ દૂર કરવા 1 કપ પાલકના રસમાં 1 કપ ગાજરનો રસ મિક્સ કરીને રોજ પીવાથી ફાયદો થશે તેમજ આંખોનું તેજ પણ વધશે.

અડધા કપ પાલકના રસમાં ચપટી અધકચરો વાટેલો અજમો નાખીને પીવાથી પેટના કૃમિ ખતમ થઈ જાય છે.

એક કપ પાલકના રસમાં એક કપ છાશ અને થોડું સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી દાદર અને ખુજલીની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

અડધો કપ પાલકના રસમાં અડધો કપ ટામેટાંનો રસ મિક્સ કરીને સવાર-સાંજ પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.

એક કપ પાલકના રસમાં એક ચમચી મધ અને ચપટી જીરું પાઉડર મિક્સ કરીને પીવાથી થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *