સંબંધ બનાવી ખવડાવતો હતો સાઇનાઇડની ગોળીઓ, 20 મહિલાઓને ઉતારી મોતને ઘાટ

The cyanide pellets, killing 20 women, caused fatalities

દેશમાં સાઈનાઈડ નામથી વિખ્યાત મોહનને 19 માં રેપ અને મર્ડર કેસમાં ઉંમર કેદની સજા મળી છે. મોહને સાઈનાઈડ ખવડાવી મહિલાઓ ઉપર રેપ કર્યા બાદ હત્યા કરી દીધી હતી.

PTIની ખબર અનુસાર, મોહન ની મુલાકાત ૨૩ વર્ષની છોકરી સાથે મેંગલોરમાં એક યુનિટ માં કામ કરતી વખતે થઈ હતી. જે કેટલીક મુલાકાતો બાદ દોસ્તી માં પરિણમી હતી.

મિત્રતા ગાઢ થઈ ગયા બાદ મોહને છોકરી સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. ત્યારબાદ બંને 2 ફેબ્રુઆરી 2006માં મૈસુરમાં બસ સ્ટેન્ડ નજીક એક લોજમાં રોકાયા.

રાત્રે સંબંધ બનાવી પછીના દિવસે છોકરી ના તમામ ઘરેણાં ઉતારી લોજ માં મૂકી રાખ્યા અને પછી ફરવા જવા માટે બસ સ્ટેન્ડ પર આવ્યા. બસ સ્ટેન્ડ પર મોહ અને છોકરીને ભેળવેલી ગોળી ખવડાવી દીધી જેનાથી તે ગર્ભવતી ન થાય.

જેવી છોકરી એ ગોળી ખાધી તે ટોયલેટ તરફ ભાગી અને ત્યાં જ પડી ગઈ. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો તેને મૃત જાહેર કરવામાં આવી.

મોહન ફરી પાછો લોજ આવ્યો અને તમામ ઘરેણા લઈને ફરાર થઈ ગયો. ત્યારબાદ મોહન 2009માં કર્ણાટકના બંતવાલ થી ત્યારે પકડાયો જ્યારે તેણે 20મી મહિલાને પણ રેપ કર્યા બાદ સાઈનાઈડ ખવડાવી મોત આપી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: