આ ઘોડાને પણ લાગી ગઈ છે મસાલા ચા ની લત્ત, ચા વગર ઘોડાને ઊંઘ ઉડતી નથી. જાણો વિગતે

ઘણા લોકોએવા છે કે જેને ચા વગર દિવસની શરૂઆત જ ના થતી હોય. ઘણા મહાશય તો એવા છે કે જેને સવાર-સવારમાં પથારીમાં જ ચા જોઈએ…

ઘણા લોકોએવા છે કે જેને ચા વગર દિવસની શરૂઆત જ ના થતી હોય. ઘણા મહાશય તો એવા છે કે જેને સવાર-સવારમાં પથારીમાં જ ચા જોઈએ છે. આપણે વાત કરી સામાન્ય માણસની કે જે ચા વગર રહી શકતો નથી, પણ અહિયાં તો ગજબ થઇ ગયું, હવે એક ઘોડો પણ ચા વગર રહી શકતો નથી. ઈંગ્લેન્ડનાં મર્સેસાઈડમાં એવો એક ઘોડો છે. જને સવાર-સવારમાં ચા વગર ચાલી શકે તેમ નથી.

આ ઘોડો સરકારી તંત્રનો ભાગ છે. અને આ ઘોડાની ઉંમર 20 વર્ષની છે. પોલીસ વિભાગમાં તે પાછલાં 15 વર્ષથી કામ કરી રહ્યો છે. ખાસ તે ચા નો એડિક્ટ છે. આ ઘોડાને જ્યાં સુધી મોટા મગમાં મસાલા ચા પીવા માટે ન મળે ત્યાં સુધી તે પોતાના તબેલામાંથી બહાર આવતો નથી. ચા માં પણ આ ઘોડો સ્પેશિયલ મસાલાવાળી ચા પીવાનું જ પસંદ કરે છે. ખરેખર આ વાતો સાંભળીને આપણને ખુબ નવાઈ લાગે.

ઘોડા માટે ખાસ ચા બનાવામાં આવે છે:

આ ઘોડાનું નામ જેક છે. જે ચાનો ખુબ શોખીન છે. તે સ્કિમ્ડ દૂધમાં બનેલી ચા પીવાનું પસંદ કરે છે. તેના સિવાય ચામાં બે ચમચીથી વધારે ખાંડ ન હોવી જોઈએ. મર્સેસાઈડ પોલિસ માઉંન્ટેડ સેક્શન મેનેજર અને ટ્રેનર લિંડસે ગેવનનું કહેવું છેકે, તેની ચા તૈયાર કરવામાં કોઈ કમી રહી જાય તો તે ચા પીતો નથી. અને ચા ફરીથી બનાવવી પડે છે. લિંડસેનું કહેવું છેકે, જો તમે ચાનો મગ લઈને તેના તબેલામાં જાવ તો તે ઘણો ખુશ થઈ જાય છે. અને તેના બંને પગો ઉપર ઉઠાવી લે છે. અને ચા ના મગ તરફ પોતાનું મોઢું આગળ કરે છે.

રમતગમતમાં પણ લે છે ભાગ:

લિંડસેના જણાવ્યા મુજબ, જૅક એક ફુટબોલ મેચમાં ભાગ લે છે. જૅક ઘણીવાર એન્ટ્રી રેસકોર્ષમાં થતાં એન્યુઅલ ગ્રાંડ નેશનલમાં પોલીસ હોર્સનાં રૂપમાં સામેલ થઈ ચૂક્યો છે. આવતા વર્ષે તે રિટાયર થવાનો છે. લિંડસેનું કહેવું છેકે, તેના રિટાયરમેન્ટનાં સમયે ડિપાર્ટમેન્ટ ફેરવેલ ગિફ્ટનાં રૂપમાં તેની આખી જીંદગી માટે મોર્નિંગ ચાની વ્યવસ્થા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *