‘યુવતીનો ભાઈ બકો મને બહું હેરાન કરે છે..’ કહીને કંટાળેલા યુવકે અંતિમ વીડિયો બનાવીને દુનિયાને કહ્યું અલવિદા

Published on Trishul News at 11:08 AM, Tue, 29 August 2023

Last modified on August 29th, 2023 at 12:10 PM

Youth dies by suicide in Patan: હાલ ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં હાલ રાજ્યના પાટણ શહેરમાં કાળજું ક્મ્પાવતો કિસ્સો સામે આવી રહ્યો છે.શહેરમાં એક યુવક સ્યુસાઈડ પોઈન્ટ બનેલ ખાનસરોવરમાં શનિવારે પોતનો જીવ ગુમાવ્યો છે. જેનો મુતુદેહ(Youth dies by suicide in Patan) રવિવાર મળી આવ્યો હતો.ત્યારે યુવક દ્વારા તેની બાજુનાં મહોલ્લામાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હતો.જેને લઈ અવાર નવાર યુવતીનો ભાઈ વિપુલ સાધુ મૃતક યુવકને ધમકી આપી રહ્યો હતો.

યુવતીનાં ભાઈ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને લઈ યુવકે છેવટે કંટાળીને મોતને વ્હાલું કરી લીધું છે.આ બાબતે યુવકનાં પિતાએ યુવતીનાં ભાઈ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોધાવી છે.

ઘરેથી જમીને યુવક દુકાને જવાની જગ્યાએ ખાનસરોવર પહોંચ્યો
મળતી માહિતી અનુસાર,પાટણ શહેરનાં સુભાષચોક નજીક આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને શહેરનાં ટેલિફોન એક્ષ્ચેન્જ રોડ પર દરજીની દુકાન ધરાવતા લવ રાકેશભાઈ દરજીએ શનિવારે બપોરે જમ્યા પછી એક્ટિવા લઈ દુકાને જવા નીકળ્યો હતો. પરંતું તે દુકાને ન જઈ ખાનસરોવરમાં પોતાનું જીવન પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.

યુવક દ્વારા આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો
યુવક દ્વારા ઘટનાં પહેલા તેનાં મોબાઈલ ફોનમાં એક વીડિયો બનવામાં આવ્યો હતો. જે વીડિયોનાં આધેર યુવકનાં પિતા દ્વારા વિપુલ સાધુ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે યુવકે વીડિયોમાં કહ્યું હતું કે હું અહીં સરોવર આવ્યો છું અને બહુ જ કંટાળી ગયો છું. તેમ કહી યુવતીનું નામ લઈ યુવક કહે છે કે યુવતીનો ભાઈ બકો મને વધારે ત્રાસ આપે છે. મને બીજું કોઈ દુઃખ નથી. ત્યારે પોલીસે યુવકનાં પિતાની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "‘યુવતીનો ભાઈ બકો મને બહું હેરાન કરે છે..’ કહીને કંટાળેલા યુવકે અંતિમ વીડિયો બનાવીને દુનિયાને કહ્યું અલવિદા"

Leave a comment

Your email address will not be published.


*