વંથલીના ખેડૂત બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે કર્યો અંગદાનનો નિર્ણય, એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલાયા અંગો

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના 66 વર્ષીય ખેડૂત(Farmer)નું ઘરમાં પડી જવાથી અને આઠ દિવસ સુધી સારવાર કર્યા બાદ પણ બ્રેઈનડેડ (Braindead) થવાથી મૃત્યુ થયું…

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના 66 વર્ષીય ખેડૂત(Farmer)નું ઘરમાં પડી જવાથી અને આઠ દિવસ સુધી સારવાર કર્યા બાદ પણ બ્રેઈનડેડ (Braindead) થવાથી મૃત્યુ થયું હતું. ત્યારે પરિવાર દ્વારા મૃતક ખેડૂતના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મૃતક ખેડૂતની કિડની અને લીવર બાદમાં તબીબો ગ્રીન કોરિડોર મારફતે કેશોદ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ લઈ ગયા હતા. આમ જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમવાર તંત્ર દ્વારા 350 કિમીનું અંતર 118 મિનિટમાં કાપવા અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચવા ગ્રીન કોરીડોર ઉભું કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે રહેતો ગજેરા પરિવારે પોતાના સ્વજનોને અંગદાન કરીને સમાજમાં નવી રાહ બતાવી છે. આ અંગે મૃતકના સંબંધી સંજયભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, અમારા 66 વર્ષીય સગા મગનભાઈ ગજેરા અઠવાડિયા પહેલા તેમના ઘરે પડી ગયા હતા અને મગજમાં ઈજા થઈ હતી. જેથી તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા આઠ દિવસથી અહીં સારવાર લઈ રહ્યા હતા.

આ દરમિયાન મંગળવારની રાત્રે અચાનક મગનભાઈના મગજે કોઈ રિસ્પોન્સ ન આપતાં તબીબે તમામ પ્રકારના ટેસ્ટ કર્યા બાદ તેમને બ્રેઈનડેડ કરી દેતાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, પરિવાર આ સમયે સ્વજનોને બચાવી શક્યો ન હતો, પરંતુ તેઓએ મગનભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેથી કોઈ વ્યક્તિને તેમના અંગો દ્વારા નવજીવન મળી શકે, ડૉક્ટરને જાણ કરી અને તેમની સંમતિ આપી.

ખાનગી હોસ્પિટલના ડો.આકાશ પટોલિયાએ જણાવ્યું હતું કે, મગનભાઈના અંગો અન્ય કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપવા માટે અમદાવાદ, રાજકોટ અને દેશભરની ઘણી હોસ્પિટલોનો સંપર્ક કરીને હૃદય, ફેફસા, કિડની કે લિવરના જરૂરિયાતમંદ દર્દીઓની યાદી મંગાવવામાં આવી હતી. જેમાં હાલ કિડની અને લિવરની જરૂરિયાતવાળા એક દર્દી અમદાવાદની હોસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું હતું.

જેના આધારે બુધવારે સવારે અમદાવાદ હોસ્પિટલના તબીબોની ટીમ જૂનાગઢ પહોંચી ત્યાંના તબીબનો સંપર્ક કર્યો હતો. અહીંથી મૃતક મગનભાઈ ગજેરાના લીવર અને કીડનીને ગ્રીન કોરીડોર મારફતે કેશોદ એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત પરિવાર દ્વારા અંગદાનના નિર્ણય બાદ જિલ્લામાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૃતકના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર અમલમાં મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢની ખાનગી હોસ્પિટલથી કેશોદ એરપોર્ટ સુધીની 50 કિમીની મુસાફરીમાં એમ્બ્યુલન્સને પોલીસ જીપોનું આગળ-પાછળ પાયલોટિંગ આપવામાં આવ્યું હતું.

રોડ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ કર્મચારીઓ સાથે કાફલો અગાઉથી ગોઠવાયો હતો. આ રીતે જિલ્લામાં પ્રથમવાર ગ્રીન કોરિડોર દ્વારા વ્યક્તિના અંગો અન્ય શહેરમાં પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો અને સ્ટાફની સાથે પોલીસે પણ આ કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાથી આ સારું કાર્ય શક્ય બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *