ભગવાનનું રૂપ કે હેવાન : ઇન્જેક્શન આપી તબીબે એવું કર્યું કે મહિલાએ વારંવાર તેની પાસે જવું પડ્યું

મહિલા દર્દી પર બળાત્કાર ગુજારનાર એક ૫૮ વર્ષીય ડોક્ટરની તાજેતરમાં મેઘવાડી પોલીસે ધરપકડ કરી હતી. સારવાર માટે આવેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની વીડિયો…

મહિલા દર્દી પર બળાત્કાર ગુજારનાર એક ૫૮ વર્ષીય ડોક્ટરની તાજેતરમાં મેઘવાડી પોલીસે ધરપકડ કરી હતી. સારવાર માટે આવેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની વીડિયો ક્લિપ ઉતારી આ ડોક્ટર અવારનવાર મહિલાને ધમકાવી બળાત્કાર ગુજારતો.

ડોક્ટરની હેવાનિયત

આ સંદર્ભે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જોગેશ્વરીમાં રહેતી પીડિત મહિલા ૨૦૧૫માં આરોપી ડોક્ટર પાસે સારવારાર્થે આવી હતી. મહિલાએ આપેલ નિવેદનમાં એવું જણાવ્યું હતું કે આ સમયે ડોક્ટરે આપેલ એક ઈન્જેકશન બાદ તે ક્લિનિકમાં બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ડોક્ટરે કથિતરૂપે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેને તેના મોબાઈલમાં ડોક્ટરે એક વીડિયો ક્લિપ મોકલી હતી જેમાં આ દુષ્કૃત્યનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. જ્યારે મહિલાઆ આ ક્લિપ બાબતે ડોક્ટરની પૂછપરછ કરી ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે જો તે તેની સાથે સંબંધ જાળવી નહીં રાખે તો આ ક્લિપ ઓનલાઈન મૂકી દેશે. આ રીતે ડોક્ટરે ક્લિપની ધમકી આપી પીડિત પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

ડોક્ટરે મહિલાની ક્લિપ વાયરલ કરવાની આપી ધમકી

ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં મહિલા લગ્ન કરીને મલાડ તેના પતિને ઘરે ચાલી ગઈ હતી. તેણે ડોક્ટર સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા હતા. જોકે તાજેતરમાં ફરીથી ડોક્ટર તેના સંપર્કમાં આવ્યો હતો. તેણે ફરીથી સંબંધ બનાવવા મહિલા પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. જોકે આ વખતે મહિલાએ કોઈ દાદ ન આપતા ડોક્ટરે ફરીથી ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્રણ ઓક્ટોબરના રોજ મહિલાના પતિના મોબાઈલ પર ડોક્ટરે આ ક્લિપ મોકલાવી દીધી હતી.

પતિએ માગ્યો ખુલાસો

મહિલાના પતિએ જ્યારે મહિલા પાસે આ બાબતનો ખુલાસો માગ્યો ત્યારે તેણે તમામ હક્કિત તેના પતિને જણાવી દીધી હતી. ત્યારબાદ પતિ- પત્ની બન્ને મેઘવાડી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેમણે પુરાવા તરીકે વીડિયો ક્લિપ પણ પોલીસને સોંપી દીધી હતી. પોલીસે ત્યારબાદ આરોપી ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *