ચમત્કાર: નવજાત બાળકીના પેટમાંથી મળી આવ્યું એવું કે, જાણીને ડોકટરો પણ ચોંકી ઉઠ્યા

ઈઝરાયલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇઝરાયલના અશદોદમાંથી એક નવજાત બાળકી ગર્ભવતી થવાના સમાચારથી બધા ચોંકી ગયા છે. કેટલાય લોકો તેણે ચમત્કાર ગણાવી રહ્યા…

ઈઝરાયલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇઝરાયલના અશદોદમાંથી એક નવજાત બાળકી ગર્ભવતી થવાના સમાચારથી બધા ચોંકી ગયા છે. કેટલાય લોકો તેણે ચમત્કાર ગણાવી રહ્યા છે. જ્યારે અન્ય લોકો તેને અસામાન્ય ઘટના કહી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 5 લાખ બાળકોમાંથી એક સાથે આવું થવાની શક્યતા છે.

એક સમાચાર મુજબ, નવજાત બાળકીનો જન્મ આ મહીને ઇઝરાઇલના અશદોદ કે અસ્સુતા મેડિકલ સેન્ટર માં થયો હતો. ડોકટરોએ શોધી કાઢ્યું કે નવજાત બાળકીનું પેટ અન્ય બાળકો કરતા વધારે મોટું હતું. ત્યારબાદ આ નવજાત બાળકીનો અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ-રે કરવામાં આવ્યો. જે પરથી લાગી રહ્યું હતું કે, બાળકીના પેટમાં ગર્ભ વિકાસ થઇ રહ્યો છે. આ ગર્ભ છેલ્લા 10 અઠવાડિયાથી બાળકીના પેટમાં વિકસી રહ્યું હતું. 10 અઠવાડિયામાં ગર્ભના મગજ, હૃદય, હાથ અને પગ વિકસિત થયા હતા.

નિયોનેટોલોજીના ડિરેક્ટર અમર ગ્લોબસે કહ્યું કે ગર્ભ હજુ સંપૂર્ણ રીતે વિકસિત થયો નથી. બાળકીના પેટમાં ગર્ભ શોધીને અમને પણ નવાઈ લાગી અને હેરાન થઇ ગયા.

ઓપરેશન દરમિયાન નવજાતનાં પેટમાંથી બે ગર્ભ મળી આવ્યા:
તમને જણાવી દઈએ કે નિષ્ણાતોની ટીમે નવજાત બાળકીના પેટમાંથી ગર્ભનું ઓપરેશન કરીને તેને બહાર કાઢ્યું છે. યુવતીનો જીવ હવે ખતરાથી બહાર છે. ઓપરેશન દરમિયાન ડોકટરોએ શોધી કાઢ્યું કે નવજાતનાં પેટમાં એક નહીં પણ બે ગર્ભ હતા.

ડોકટરોને શંકા છે કે બાળકના પેટમાં એક હજુ ગર્ભ પણ હોઈ શકે છે. ડોક્ટરો સમયાંતરે બાળકીની તપાસ કરી રહ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે આ પહેલા પણ ઇઝરાયલમાં નવજાતનાં પેટમાં ભ્રૂણ મળી આવવાની 7 ઘટનાઓ સામે આવી છે. આમાંની એક છોકરી 15 વર્ષની છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *