કુતરો સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યો હતો અને અચાનક જ થયું એવું કે- વિડીઓ જોઇને તમે લોટપોટ થઇ જશો

Published on: 6:08 pm, Thu, 10 June 21

સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીઓ પ્રાણીઓ સાથેના કેટલાય વિડીઓ વાયરલ થતા હોય છે. આ વિડીઓને યુઝર્સ ખુબ જ પસંદ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીઓ વાયરલ થયો છે જે વીડીઓમાં એક કુતરો પોતાની માલિક સાથે બેસીને ટીવીમાં ફૂટબોલ જોઈ રહ્યો છે.

આપણે સૌ સામાન્ય રીતે લોકોને મેચ દરમિયાન ઉત્સાહિત થતા જોયા હશે. પરંતુ તમે એ જાણો છો કે, માણસો જ નહિ પરંતુ કેટલીક વાર પ્રાણીઓ પણ ઉત્સાહિત થઇ જાય છે. જયારે હાલમાં એક એવો જ વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમને આધારે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ જોયા પછી તમે હસી હસીને પાગલ થઇ જશો.

વાયરલ વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક કુતરો આરામથી પોતાની માલિક સાથે સોફા પર બેઠો છે અને બંને સાથે બેસીને ટીવી પર ફૂટબોલ જોઈ રહ્યા છે. પરંતુ ટીવીમાં મેચ જોતા જોતા એક સમય એવો પણ આવી જાય છે કે જયારે આ કુતરો ઉત્સાહિત થઈને ખુશીનો માર્યો ઉલળે છે અને પગ સરકતા સોફા પરથી નીચે પડી જાય છે. આ સમગ્ર ઘટનાને જોઇને તેની માલિક જોર જોરથી હસવા લાગે છે.

આ વિડીઓ IPS અધિકારી રૂપીન શર્માએ શેર કર્યો છે. આ વિડીઓને ઘણા લોકો દ્વારા જોવામાં આવ્યો છે. લોકો આ રમુજી વિડીઓ જોઇને ટીપ્પણી કરી રહ્યા છે. લોકો આ કુતરાના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જેમાં એક યુઝર્સ દ્વારા તો એવું લખવામાં આવ્યું છે કે, આ કુતરો ખરેખર ફૂટબોલનો ચાહક છે. જયારે અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, ક્યારેય પણ જોશમાં આવીને પોતાના હોંશ ન ખોવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.