વળી પાછું નવું લાવ્યા : વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બન્નેને ફરજિયાત હેલમેેટ પહેરવું પડશે

Bringing back the new one: Both the driver and the rear will have to wear a mandatory helmet.

કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટની જોગવાઇનો સુધારા વધારા સાથે ગુજરાતમાં આગામી  તા.૧૬ સપ્ટેમ્બરથી  કડક અમલ શરૂ થશે. જેમાં ખાસ કરીેને વાહન ચલાવનારા અને પાછળ બેસનાર બન્નેે વ્યકિતને હેલમેટ ફરિયાત પહેરવી પડશે. જો કે આઇએસઆઇ માર્કો વાળી જ હેલમેટ પહેરવી  પડશે,  હાલમાં લોકો દ્વારા પહેરવામાં આવતું તપેલી જેવુ હેલમેટ ચલાવી લેવામાં આવશે નહી, ઉપરાંત કારમાં આગળ બેઠેલી બન્ને વ્યકિતએ સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો પડશે.

ટ્રાફિક ડીસીપી તેજસ પટેલના જણાવ્યા મુજબ  તા. ૧૬મીથી મોટર વ્હીકલ એેકેટનો નવો કાયદો ગુજરાતમાં અમલમાંઆવશે,  જેથી ટુ વ્હીલર ચલાનારી વ્યક્તિએ ઘરમાં બે હેલમેટ વસાવવા પડશે, કારણ કે ટુ વ્હીલર પર ચલાનાર અને પાછળ બેઠેલી બન્ને વ્યક્તિએ ફરજિયાત હેલમેટ પહેરવી  પડશે.

હેલમેટ નહી પહેરનારા વાહન ચાલક પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો કે હેલમેટ પણ અત્યારે જે લોકો તપેવી જેવી  પહેરે છે તે કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી તમામ વાહન ચાલકોેએ આઇએસઆઇ માર્કોવાળા જ હેલમેટ પહેરવી પડશે ઉપરાંત કારમાં આગળ બેઠેલી બન્ને વ્યક્તિએ સીટ બેલ્ટ ફરજિયાત પણે બાંધવો પડશે અને હાઇવે જતા હોય ત્યારે  અંદર બેઠેલી વ્યકિતએ પણ પોતાની સલામતી માટે સીટ બેલ્ટ બાંધવો જોઇએ.

અમદાવાદ આરટીઓ એસ.પી. મુનિયાના જણાવ્યા મુજબ નવા ખરીદી કરેલા વાહનોમાં બે વર્ષ સુાૃધી પીયુસીની જરૂર નથી, બે વર્ષ બાદ દર છ મહિને પીયુસી પ્રમાણપત્ર  લેવું પડશે. ટ્રાફિક અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ વાહને મોબાઇલ પર કોઇપણ વ્યક્તિ કોઇપણ  ઉપકરણથી વાતચીત કરતી હશે તો ચલાવી લેવામાં આવશે નહી તેવી વ્યકિતને રૂ. ૫૦૦ દંડ ફકરાવાામાં આવશે. એટલું જ નહી ભયજનક વાહન હંકારવા બદલ આવા વાહન ચાલકો સામે પણ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવા નિયમો લાગુ પડવાની જાહેરાત થતાંની સાથે અમદાવાદમાં આજથી પીયુસી કરાવવા તથા હેલમેટની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડતા લાઇનો લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.