પોલીસે યુવકને કહ્યુ- કુટણખાનામાં જાય છે લાવ 60,000 રૂપિયા અને સેટલમેન્ટ કર

મણિનગર પોલીસે નકલી પોલીસ બની તોડ કરતી ગેંગને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસની ઓળખ આપી યુવકને હોટેલમાં જઈને કુટણખાનાં માંથી આવે છે કહીને તેની પાસેથી રૂપિયા 60 હજાર પડાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવી આરોપીની ધરપકડ કરી છે.

શહેરના મણીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રીઢા ગુનેગારો નકલી પોલીસ બની લોકોને લૂટતા હોવાનું સામે આવ્યું છે.

થોડા દિવસ અગાઉ એક યુવકને વેશ્યાવૃતિમાં જઈને આવ્યો છે એવું જણાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક વખત આ રીતે વધુ એક યુવકને ટાર્ગેટ બનાવવા માટે તે આરોપીના ભાઈ ફિરોઝ હુસેન શેખ એ પ્રયાસ કર્યો હતો.

જોકે તે ફરિયાદી પાસેથી રૂપિયા લૂટે એ પહેલા જ આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે. ત્યારે ઝડપાયેલ આરોપી ફિરોજ હુસેને એ ગઈ કાલે બપોરના રોજ એક યુવકને હોટેલ બહાર પકડી માર મારી કુટણખાનામાં જઈને આવ્યો છે અને મહિલા પોલીસમાં રેપ ની ફરિયાદ કરવાની છે. જો સેટલમેન્ટ કરવું હોય તો 60 હજાર રૂપિયા આપી તેમ જણાવ્યું હતું પરંતુ એ ટી એમ ના ચાલતા બીજા દિવસે બોલાવ્યો હતો અને તેજ સમયે મણિનગર પોલીસે નકલી પોલીસ બની આવેલ ફિરોજને દબોચી લીધો હતો.

તમને જણાવી દઇએ કે, આરોપી ફિરોજ હુસેન શેખ વટવામાં રહે છે. અગાઉ તેનો ભાઈ પણ નાકલી પોલીસના વેશમાં ઝડપાયો હતો.

વટવાના 4 થી 5 યુવકોની નકલી પોલીસની ગેંગ સક્રિય થઇ છે. જે બહારના યુવાનોને ટાર્ગેટ કરી હોટેલ બહાર જ પકડી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતા હતા. હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે ફિરોજની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.