રાજ્ય સરકારનો મોટો નિર્ણય: કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારજનોને મળશે આટલા રૂપિયાની આર્થીક સહાય

પંજાબ: કોરોનાકાળ(Coronal period) દરમિયાન પંજાબ(Punjab)માં 16,531 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. ત્યારે બીજી લહેર દરમિયાન તો અનેક લોકોએ ટૂંક સમયમાં જીવ ગુમાવી બેસ્યા છે. હાલ…

પંજાબ: કોરોનાકાળ(Coronal period) દરમિયાન પંજાબ(Punjab)માં 16,531 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. ત્યારે બીજી લહેર દરમિયાન તો અનેક લોકોએ ટૂંક સમયમાં જીવ ગુમાવી બેસ્યા છે. હાલ આવા જ મૃતકોના પરિજનોને આર્થિક મદદ(Financial assistance to the relatives of the deceased) કરવામાં આવશે. પંજાબની ચન્ની સરકારે(Channi government of Punjab) જાહેર કર્યું છે કે, કોરોનાથી મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય(Financial assistance of 50 thousand rupees) કરવામાં આવશે.

જાણવા મળી રહ્યું છે કે, હાલમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની યાદી રાજ્ય સરકાર બનાવી રહી છે. ત્યારબાદ તે યાદીના આધાર પર જ સમય રહેતા પીડિત પરિવારના 50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા કરવામાં આવશે. ત્યારે આ મામલે જિલ્લા ઉપાયુક્તોને એક ચિઠ્ઠી પણ લખવામાં આવી છે. અત્યાર સુધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પીડિત પરિવારને આ આર્થિક સહાયતા આપવામાં આવશે. ચિઠ્ઠીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારને 15 ઓક્ટોબર સુધી મૃતક લોકોની યાદી પહોંચી જરૂરી બની ગઈ છે.

આમ તો જે માંગ પર હવે ચન્ની સરકાર અમલ કરવા જી રહી છે તે ખરેખર ખૂબ જૂની માંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન આ માંગ કરવામાં આવી હતી કે, કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારોને આર્થિક મદદ મળશે.

તે દરમિયાન રાજ્ય સરકાર તરફથી માત્ર સરકારી હોસ્પિટલમાં મફતમાં સુવિધા આપવામાં આવી હતી, પરંતુ કોઇ પણ પ્રકારની આર્થિક સહાયતા આપવાની સ્પષ્ટપણે ના કહેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પંજાબ સરકાર દ્રારા માત્ર ડૉક્ટર, નર્સ અને વિશેષ ડ્યુટી પર તૈનાત પોલીસ દળને જ કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેઓના મોત પર પરિવારોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

કોરોનાના સમયગાળા દરમિયાન તેમના પરિવારોને ગુમાવનારા તમામ લોકોને મદદ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ થઇ છે. જાણવા મળી રહ્યું છે કે, હવે કેન્દ્ર સરકારની સૂચના પર આ નાણાંકીય સહાય પીડિતોના પરિવારજનોને આપી દેવામાં આવશે. પંજાબના કોરોનાકાળની જો વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં માત્ર નવા 20 કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંય પટિયાલામાં પાંચ અને ફરીદકોટ અને કપૂરથલામાં ત્રણ કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *