મધરાત્રે પરિવારના લોકો સુતા રહ્યા અને લગ્નના પંદર જ દિવસમાં લુંટેરી દુલ્હન દાગીના અને પૈસા લઈને થઇ રફફુચક્કર

રાજસ્થાન: લગ્ન પ્રસંગના એવા ઘણા બનાવો બનતા હોય છે જે આપણને નવાઈ લગાડતા હોય છે. આ દરમિયાન, એક એવો જ લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો…

રાજસ્થાન: લગ્ન પ્રસંગના એવા ઘણા બનાવો બનતા હોય છે જે આપણને નવાઈ લગાડતા હોય છે. આ દરમિયાન, એક એવો જ લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નના પંદર જ દિવસો બાદ દુલ્હન(bride) ઘરમાંથી દાગીના અને પૈસા લઈને ફરાર થઇ ગઈ છે. જાણવા મળ્યું છે કે, આ બનાવ રાજસ્થાન(Rajasthan)ના ઝુંઝુનુ(Jhunjhunu)નો છે.

મળતી માહિતી મુજબ, અહીંયા એક પરિવારે તેમના દીકરાને લગ્ન કરાવવા માટે એક વચોટિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ લગ્ન થયા હતા. લગ્ન થઇ ગયા પછીના પંદર જ દિવસોમાં આ કન્યા ઘરમાંથી દાગીના અને પૈસા લઈને રફફુચક્કર થઇ ગઈ હતી. પરિવાર દ્વારા પોલીસને આ બધી જ વાતની જાણ કરવામાં આવી હતી અને તેના પરથી પોલીસ દ્વારા પણ આગળની તપાસ ચાલુ કરવામાં આવી હતી.

આ બનાવ રાજસ્થાનનો છે અને અહીંયા એક વચોટિયા જેમનું નામ સતીશ મેઘવાલ છે તેમણે એક છોકરી વિશે કહ્યું હતું અને તે તેને ઓળખતો હતો. તેથી જ વરરાજાની માતા અને એક મહિલા સાથે વાતચીત કરીને પંજાબ ગયા હતા અને ત્યાં બીજી સપ્ટેમ્બરે લગ્ન પણ કરી લીધા હતા. થોડા દિવસો સુધી બધું જ બરાબર રીતે ચાલી રહ્યું હતું.

આ દરમિયાન, અચાનક ૧૬ સપ્ટેમ્બરની રાત્રે બધા લોકો રાત્રે સુઈ ગયા ત્યારે રોકડા પૈસા અને દાગીના લઈને ત્યાંથી ફરાર થઇ ગઈ હતી. ત્યારબાદ સવારે જ પરિવારને ખબર પડી હતી કે તેમના ઘરે જે નવી પરણીને આવી હતી તે લૂંટેરી દુલ્હન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *