દુર થઇ ખેડૂતોની મોટી ચિંતા- આ ખેડૂતે એવો જુગાડ કર્યો કે, ચારેબાજુ થવા લાગી વાહવાહી! -જુઓ વિડીયો

Published on: 10:57 am, Sun, 17 April 22

ઈન્ટરનેટ(Internet) એક એવી દુનિયા છે જ્યાં તમામ પ્રકારના વિડીયો જોવા મળે છે, પછી તે ભલે કોમેડી વિડીયો(Funny video) હોય કે જુગાડના વિડીયો. સોશિયલ મીડિયા(Social media) પર જુગાડના અવારનવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. તમે જુગાડને એક પ્રકારનો ટેલેન્ટ(Talent) પણ કહી શકો છો, કારણ કે જ્યારે કોઈ કાર્ય મુશ્કેલ અથવા અશક્ય હોય છે, ત્યારે લોકો આ જુગાડ એટલે કે ટેલેન્ટનો ઉપયોગ કરીને તેમના કાર્યને સરળ અને શક્ય બનાવે છે. ઘણા લોકો જુગાડથી એવા કામો કરે છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે. જરા જુઓ આ જુગાડ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ ખેતરમાં વહેતા પાણીને રોકવા માટે દેશી જુગાડ કર્યો. માણસે એક સરળ યુક્તિ વડે ખેતરમાં વહેતા પાણીના ઝડપી પ્રવાહને ધીમો કર્યો. ખેડૂતોને દરેક ક્યારાઓમાં પાણી આપવું પડે છે. પાણીનો પ્રવાહ ધીમો કરવા માટે ખેડૂતે ક્યારામાં પ્લાસ્ટિકની થેલીમાં પાણી નાખ્યું હતું. જેના કારણે પાણીનો પ્રવાહ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

વીડિયોમાં લોકો દ્વારા આ દેશી જુગાડને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં લાખોથી પણ વધુ લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.