માતા બહાર ગામ ગઈ, ઘરમાં એકલી 18 વર્ષની જુવાનજોધ સાવકી દીકરી સાથે પિતાએ કર્યું આ કામ

અમદાવાદમાં એક દીકરી પોતાના સાવકા પિતાની હવસનો શિકાર બની છે. સમાજને કલંકિત કરતો આ કિસ્સો અમદાવાદના વેજલપુર વિસ્તારનો છે. માતા દર્શન કરવા માટે અજમેર શરીફ…

અમદાવાદમાં એક દીકરી પોતાના સાવકા પિતાની હવસનો શિકાર બની છે. સમાજને કલંકિત કરતો આ કિસ્સો અમદાવાદના વેજલપુર વિસ્તારનો છે. માતા દર્શન કરવા માટે અજમેર શરીફ દરગાહે દર્શન કરવા ગઈ હતી ત્યારે ઘરમાં એકલી રહેલી 18 વર્ષની દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપી પિતા સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.

અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રહેતાં યુવકે બીજા લગ્ન કર્યા હતા. તેની પત્નીને પહેલાં પતિથી એક પુત્રી છે. જેની હાલમાં જેની ઉંમર 18 વર્ષ છે. 15 દિવસ પહેલાં યુવકની બીજી પત્ની અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ હતી. આ સમયે પિતા અને પુત્રી ઘરે એકલાં હતા. બીજી પત્નીની જુવાનજોધ દીકરીને ઘરમાં એકલી જોઈ સાવકા પિતાની નજર બગડી હતી. અને એકલી પુત્રી પર તેણે જબરદસ્તી દુષ્કર્મ આતર્યું હતું.3

જ્યારે માતા દર્શન કરીને ઘરે પરત ફરી ત્યારે દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. પોતાની દીકરી સાથે થયેલ અપકૃત્ય મામલે માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે સાવકા પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *