ગુજરાતની શરમજનક ઘટના: સગા બાપે જ પોતાની ફૂલ જેવી દીકરીને પીંખી નાંખી અને પછી…

Published on: 9:48 am, Mon, 22 February 21

અમદાવાદમાં શહેરના સરખેજમાં આવેલા ફતેહવાડી વિસ્તારમાંથી એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ પોતાની હવસની ભૂખ સંતોષવા માટે તેની 7 વર્ષની દીકરીને ભોગ બનાવી છે. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશને આરોપી પિતાની ધરપકડ કરી છે. બાળકીની માતા બહાર ગઈ હતી ત્યારે પિતાએ એકલતાનો લાભ લઇ અને દુષ્કર્મ આચર્યું હતું.

માતા ઘરે પરત આવતા ઘટનાની જાણ થઈ
ફતેહવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 7 વર્ષની પુત્રી છે. પુત્રીની માતા તેમના ભાઈના ઘરે રિપેરિંગનું કામ ચાલતું હોવાથી ત્યાં ગઈ હતી. દીકરીની માતા ઘરે પરત ફરી ત્યારે જોયું તો તેનો પતિ 7 વર્ષની બાળકી પર ઊંધો સૂતો હતો અને કપડાં ઉતરેલા હતા અને સગીર દીકરી સાથે ગંદુ કામ કરી રહ્યો હતો. બાળકીને પૂછતાં તેના પિતાએ તેની સાથે ખરાબ કામ કર્યું હોવાનું કહ્યું હતું.

માતાએ પોલીસને જાણ કરતા સરખેજ પોલીસ ઘટનાસ્થળે આવી હતી. બાળકીને મેડિકલ માટે મોકલી અને આરોપીની ધરપકડ કરી હતી. મહિલાનો પતિ કલરકામ કરતો હોવાનું માલુમ પડ્યું છે. મહિલાને બે સંતાનમાં એક સાત વર્ષની દીકરી અને એક આઠ વર્ષનો દીકરો છે. બનાવ સમયે મહિલાનો દીકરો નીચે રમવા માટે ગયો હતો.

મહિલાએ દીકરીની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
મહિલા જ્યારે ઘરમાં દાખલ થઈ ત્યારે તેનો નરાધમ પતિ તેની દીકરી સાથે ગંદુ કામ કરતો હતો. જે બાદમાં તેણીએ તેના પતિને ધક્કો મારીને નીચે પછાડી દીધો હતો. મહિલાએ તેની દીકરીની પૂછપરછ કરતા દીકરીએ સમગ્ર હકીકત વર્ણવી હતી. જે બાદમાં મહિલાએ પોલીસને બોલાવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરીને તેની સામે પોક્સો અંતર્ગત ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle