ગુજરાતમાં અનલોકના પહેલા દિવસે જ 3 વર્ષની બાળકી બની હવસનો શિકાર, સમગ્ર ઘટના જાણી તમારું હૃદય દ્રવી ઉઠશે

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સળગાવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે.

ગુજરાતના રાજકોટમાં અનલોકના પ્રથમ દિવસે જ 3 વર્ષની બાળકી સાથે અડપલા ની ઘટના સામે આવી છે. રાજકોટના લોહાનગરમાં ઘર પાસે રમી રહેલ બાળકીને બિસ્કીટની લાલચ આપી અન્ય સ્થળે લઈ જઈને અડપલા કરતા આરોપીને બાળકીના માતાપિતાએ રંગે હાથ ઝડપી પડ્યો હતો. ત્યારબાદ આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આમ તો લોકડાઉનના કારણે લોકોને ઘરની બાર કામ વગર નીકળવાની મનાય છે, ત્યારે રવિવારે સાંજના સમયે બાળકીના માતાએ બાળકીને નવરાવી ધોવડાવીને તૈયાર કરી ઘર પાસે રમતી મૂકીને શાકભાજીની ખરીદી કરવા પોતાના પતિ સાથે બહાર ગયા હતા. પરત આવીને જોયું તો બાળકી ત્યાં નહોતી અને આસપાસ પણ તપાસ કરી હતી.

આખો વિસ્તાર પરિવાર અને અન્ય લોકોએ બાળકીની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી નહોતી. ત્યારે એક નરાધમ આરોપી બાળકીને અવાવારું જગાએ લઈ ગયો હતો. જયારે બાળકીના માતા ત્યાંથી પસાર થયા હતા, ત્યારે બાળકીએ માતાને અવાજ દેતા પરિવાર ત્યાં દોડી ગયો હતો અને નરાધમ બાળકીને જમીન ઉપર સુવડાવીને અડપલા કરતો હતો. જોકે બાળકીના પિતાએ આરોપી રાજેશને પકડી માર મારી પોલીસને જાણ કરી હતી.

આ મામલો એ ડીવીજન પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમ પોલીસે બાળકીની માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે, બાળકીને બિસ્કીટ ખવડાવવાની લાલચ આપી લઈ ગયો અને અવાવરું જગ્યાએ બાળકી સાથે જે બન્યું હતું તે આપવીતીનું વર્ણન કર્યું હતું. પોલીસે આરોપી રાજેશ રાઠોડ સામે ફરિયાદ નોધી અને આરોપી ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *