મોબાઈલની ફ્લેશ લાઈટના પ્રકાશે માતાએ આપ્યો સ્વસ્થ બાળકને જન્મ

આ દિવસોમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં મોટા પાયે પાવર કટ(Power cut) કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલો (Hospital)માં પણ વીજળી મળતી નથી. જેના કારણે નરસીપટ્ટનમ (Narasipatnam)ની NTR…

આ દિવસોમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં મોટા પાયે પાવર કટ(Power cut) કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલો (Hospital)માં પણ વીજળી મળતી નથી. જેના કારણે નરસીપટ્ટનમ (Narasipatnam)ની NTR હોસ્પિટલ (NTR Hospital)માં વીજળી ન હોવાને કારણે એક મહિલાને મોબાઈલ ફોનની લાઈટમાં જ પ્રસૂતિ(delivery) કરાવવી પડી. હોસ્પિટલમાં લગભગ આખી રાત અંધારું રહ્યું હતું. પરંતુ, હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે.

મહિલાના પતિએ જણાવ્યું કે બુધવારે સાંજે લેબર પેઈનને કારણે પત્નીને NTR હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે સમયે હોસ્પિટલમાં વીજળી નહોતી. આ દરમિયાન નર્સો અને પેરામેડિકલ સ્ટાફે કહ્યું કે અહીં જનરેટર જેવું કોઈ બેકઅપ ઉપલબ્ધ નથી. તેથી વહેલામાં વહેલી તકે બને તેટલા સેલ ફોન, મીણબત્તીઓ અને ટોર્ચની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાની મોબાઈલ ફોનની લાઈટમાં જ પ્રસૂતિ કરવામાં આવી હતી.

જનરેટરના સમારકામને કારણે વીજળી નથી:
મહિલાના પતિના જણાવ્યા અનુસાર, તેની પત્ની સિવાય ત્યાં અન્ય મહિલાઓ પણ હતી. દરેક જણ પીડાતા હતા . પરંતુ ભગવાનની કૃપાથી બાળકનો જન્મ કોઈપણ જટિલતાઓ વિના થયો હતો. નર્સોએ જણાવ્યું હતું કે જનરેટરનું સમારકામ ચાલુ હતું તેથી ઇમરજન્સી લાઇટિંગ શક્ય નથી. બીજી તરફ જાંગરેદ્દીગુડેમની સરકારી હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ અંગે હોસ્પિટલ પ્રશાસને કહ્યું કે જનરેટરમાં ડીઝલ ન હોવાને કારણે વીજળી મળતી નથી.

રાજ્યમાં 50 ટકા વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે:
આંધ્રપ્રદેશના વિદ્યુત વિભાગે વધતી માંગને ધ્યાનમાં રાખીને 50 ટકા વીજ કાપની જાહેરાત કરી છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં દરરોજ લગભગ પાંચ લાખ યુનિટ વીજળીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *