દુષ્કર્મના ઈરાદે આવેલા છ નરાધમોને છોકરીએ એકલા હાથે પાડી દીધા- બધાને એટલા ધોયા કે… -જુઓ LIVE વિડીયો

Published on: 10:02 am, Sat, 18 June 22

તે ખૂબ જ શરમજનક બાબત છે કે સમગ્ર વિશ્વમાં લાખો મહિલાઓ અને છોકરીઓ દરરોજ જાતીય સતામણીનો ભોગ બને છે. આ જ કારણ છે કે છોકરીઓ હવે હવસખોરો અને ગુંડાઓ સામે લડવા માટે સ્વ-રક્ષણ (Self-defense)ના ક્લાસ લઈ રહી છે. છોકરીઓ હવે પહેલા કરતા વધુ નીડર અને હોશિયાર બની રહી છે.

એવામાં આ દિવસોમાં એક છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુમસાન રસ્તા પર ચાલી રહેલી એક છોકરી પર દુષ્કર્મ આચરવા આવેલા છ છોકરાઓને સેકન્ડોમાં ઢેર કરી નાખે છે. આ વિડિયો ખરેખર ખુબ અદ્ભુત છે. કારણ કે છોકરીએ જે રીતે બદમાશોને પાઠ ભણાવ્યો, તેઓ તેને જીવનભર યાદ રાખશે. આટલું જ નહીં ‘માર્શલ આર્ટ’નો ઉપયોગ કરીને યુવતીએ દરેક નરાધમને એટલા માર્યા કે તમામને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નિર્જન રસ્તા પર એકલી છોકરીને જોઈને છ છોકરાઓએ તેને ઘેરી લીધી. અને પછી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. પરંતુ આ પછી આ છોકરી એવું ઉગ્ર સ્વરૂપ બતાવે છે કે છોકરાઓને છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય છે. તમે જોઈ શકો છો કે છોકરી તેમને ફ્લાયકિક વડે સેકન્ડોમાં જમીન પર પછાડે છે અને કેટલાક માર્શલ આર્ટ મૂવ કરે છે. છોકરી એક પછી એક બધા છોકરાઓને કિક-બોક્સિંગ કરી જમીન પર પછાડી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.