યુવતીએ તેના લગ્ન સમયે જ કર્યો એવો મોટો ઘટસ્ફોટ કે, માતા-પિતાના પગ નીચેથી સરકી ગઈ જમીન

Published on: 10:16 am, Sun, 16 May 21

હાલમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મધ્યમવર્ગના પરિવારની યુવતી ગેરેજવાળાના પ્રેમમાં પાગલ બનીને પોતાના ઘરમાં નાની-મોટી ચોરી કરતી હતી અને પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી અને પરિવાર સામે જંગ છેડી દીધી છે. એક બાજુ દીકરીના લગ્નની તૈયારી કરાઈ રહી છે ત્યારે બીજી બાજુ પુત્રી પ્રેમમાં અંધ બનીને બેફામ વાણીવિલાસ કરતાં પરિવારજનો પણ મૂંઝવણમાં મુકાયા હતા.

જાણવા મળ્યું છે કે, પ્રેમમાં અંધ બનેલી આ યુવતીએ તેને જન્મ આપનાર જનેતા તેમજ લાડકોડથી ઉછેરનાર પિતાની વર્ષોની છત્રછાયાને ક્ષણ વારમાં જ ભૂલીને બેફામ વાણીવિલાસ કરતાં પરિવારજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ યુવતીનું નામ ખુશ્બુ હોવાનું સામે આવ્યું છે. મધ્યમવર્ગીય પરિવારની ખુશ્બૂને માતા-પિતાએ ઘણા લાડકોડથી ઉછેરી હતી. થોડા દિવસ પછી લગ્ન પણ કરવાનું પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન ખુશ્બુએ અચાનક જ ઘટસ્ફોટ કર્યો કે, તેને ગેરેજ ચલાવતા યુવક સાથે પ્રેમ સંબંધો છે. અને તે તેની સાથે જ લગ્ન કરશે. આ સાંભળીને ખુશ્બુના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક બાજુ લગ્નની તૈયારી અને બીજી બાજુ તેનું પ્રેમપ્રકરણ સામે આવતાં પરિવાર દ્વારા તેને ઘણી સમજાવવામાં આવી પપરંતુ ખુશ્બુ માની જ નહિ. આ બધું થયા બાદ તેના પર અમુક પાબંધી લાદી દેવામાં આવી હતી પરંતુ ખુશ્બૂની હરકતો દિવસે ને દિવસે બગડવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.