રેલ્વે ટ્રેક પર બેસીને ફોનમાં વાત કરી રહી હતી મહિલા, અચાનક ટ્રેન આવી અને… -જુઓ ધ્રુજાવી દેતો વિડીયો

Published on: 6:14 pm, Fri, 15 April 22

જીવનમાં ઘણી વખત આપણે એટલા બેદરકાર બની જઈએ છીએ કે આપણે આપણા જીવનની કાળજી લેતા નથી. જયારે આ બેદરકારીવાળા વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ઘણા વાયરલ થતા રહે છે. આજે પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેને જોયા પછી તમે ચોંકી જશો. વાયરલ થયેલ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક છોકરી ટ્રેનના પાટા પર આરામથી બેસીને ફોનમાં વાતો કરી રહી છે. ત્યારે અચાનક ટ્રેન આવે છે અને છોકરી ઉપરથી પસાર થાય છે. જયારે આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક છોકરી ફોન પર આકસ્મિક રીતે વાત કરતી જોવા મળે છે. ટ્રેન તેના પરથી પસાર થઈ ગયા પછી પણ તે અટકતી નથી અને વાત કરતા કરતા ઊભી થાય છે. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ભડકી રહ્યા છે. આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે આ છોકરીને તેના જીવની પરવા નથી.

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ @ipskabra નામના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. તેને અત્યાર સુધીમાં ઘણા વ્યુઝ મળી ચૂક્યા છે. સાથે જ આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે ગુસ્સે થઈને કહ્યું કે- તે શું મરવા ગઈ હતી, કોલ આવતા જ મન બદલાઈ ગયું. બીજી તરફ, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે- તેને કયું મેડલ આપવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.