ગુજરાતની આ દીકરીઓએ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરી એવા કામ કર્યા કે, ચારેબાજુ થવા લાગ્યા વખાણ

જામનગર(ગુજરાત): લોકડાઉનમાં ઘર બેઠા ખાલી સમયનો સદઉપયોગ કરીને જામનગરની યુવતીઓએ આવકનું માધ્યમ ઉભો કર્યું છે. લોકડાઉનમાં ઓનલાઈન કોર્સ કરી તથા સોશીયલ મીડિયામાં વીડિયો જોઇને પોતાના…

જામનગર(ગુજરાત): લોકડાઉનમાં ઘર બેઠા ખાલી સમયનો સદઉપયોગ કરીને જામનગરની યુવતીઓએ આવકનું માધ્યમ ઉભો કર્યું છે. લોકડાઉનમાં ઓનલાઈન કોર્સ કરી તથા સોશીયલ મીડિયામાં વીડિયો જોઇને પોતાના શોખની પ્રવૃત્તિને વ્યવસાયનું માધ્યમ બનાવી હાલ તેઓ સારી એવી આવક કરી રહી છે. જેમાં બેકરી આઈટમ જેવી કે, કેક, ચોકલેટ, બ્રાઉનીનો ઓનલાઈન તથા ઓફલાઈન વ્યવસાય શરૂ કર્યો છે. જામનગરની યુવતીઓએ જણાવ્યું છે કે, ડીજીટલ માર્કેટીંગ અને અન્ય દેશના ફાયનાન્સને લાગતા કોર્સ કરીને નોકરીની ઉત્તમ તક તથા માર્કેટિંગની નવી પદ્ધતિ મેળવી છે. જે વ્યવસાયમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

માનસી સોનીગ્રા જણાવે છે કે, સોશ્યલ મીડિયામાંથી ખાલી સમયમાં વીડિયો જોઈને અને માતા પાસેથી પાર્લરની તમામ નાની વસ્તુઓ શીખી છે. પાર્લરનું તમામ કામ ઑનલોક થતા શરુ કર્યું છું અને ધરે ધરે જઇ પાર્લરનું કામ કરૂં છે. તેનાથી મને સારી એવી આવક મળે છે. મારી ભવિષ્યમાં મોટું પાર્લર કરવાની ઈરછા છે.

આંશી શાહએ જણાવે છે કે, મને બ્રાઉની બનાવવનો ખૂબ શોખ છે. મારા પરિવાર અને મિત્રો બ્રાઉની ખૂબ પસંદ આવતી હતી. આથી પરિવારની પ્રેરણાથી લોકડાઉનમાં બ્રાઉનીનું ઓનલાઇન વેંચાણ શરૂ કર્યું હતું. જેને સારો પ્રતિસાદ મળ્યો અને વેંચાણ સરસ ચાલી રહ્યું છે. આથી તે ભવિષ્યમાં પોતાનો બ્રાઉની સ્ટુડિયો ખોલશે. ધાનશી સારડાએ જણાવે છે કે, માત્ર 1 મહિનામાં લોકડાઉનના સમયમાં કેક બનાવતા શીખી હતી. કેક બનાવાની ખૂબ મજા આવે છે. અલગ અલગ ફેલવર્સ અને જુદા-જુદા પ્રકારની કેક જેવી કે 2 અને 3 લેયર, બાર્બી કેક તેમજ અલગ અલગ કુકીઝ જેવી કે વિટ, ઓલગ્રેન,ઓટ કૂકઝીનું ઓનવેચાણ કરું છું.

આ વિષે મેઘા કારીયા જણાવે છે કે, મને કેક બનાવવાનો શોખ છે. નવી નવી ફેલવર્સ વાળી અને અલગ અલગ પ્રકારની કેક બનાવતી હતી. પરંતુ કેક ડેકોરેશન માટે ફેન્સી વસ્તુઓ લોકડાઉનમાં મળતી ન હતી. જેને કારણે કેકના વેચાણ સાથે રો મટિરિયલના વેચાણની દુકાન શરૂ કરી છે. આ ઉપરાંત નિયતિ પંડયા જણાવે છે કે, લોકડાઉનમાં ખાલી સમયનો ઉપયોગ કરીને અન્ય દેશના 19 ફાયનાન્સને લગતા સર્ટિફિકેટ કોર્સ કર્યા હતા. જેને કારણે બેંકમાં સરળતાથી નોકરી મળી હતી. કોર્સમાં શીખવાથી બાબતથી નોકરીમાં સારૂ કામ કરી શકું છું.

હિના સોમૈયા આ વિષે જણાવે છે કે, ઓનલાઈન ડિજિટલ માર્કેટીંગના કોર્સ લોકડાઉનના ખાલી સમયમાં કર્યો હતો. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાંથી ડિજિટલ માર્કેટીંગની પધ્ધતિ શીખવાથી લોકડાઉનમાં ઓનલાઈન વેપાર કરવામાં મદદ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *