આ કંપનીમાં નોકરી કરવાની સોનેરી તક, લાખોમાં મળશે પગાર, કરો માત્ર આટલું કામ

Published on Trishul News at 2:23 PM, Thu, 27 February 2020

Last modified on February 27th, 2020 at 3:13 PM

ગ્લોબલ એડ કંપની મીડિયા નેટ સમગ્ર ભારતમાં એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. કંપનીની યોજના ઇન્સુયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી & સાયન્સ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સહીતની ઉચ્ચ સંસ્થાઓમાંથી 60થી વધુ ઇજનેરી વિધાર્થીઓની ભરતી કરવાની છે.

ફોર્ચ્યુન 500માં સ્થાન ધરાવતું સ્વિત્ઝરર્લેન્ડનું Adecco Group વિધાર્થીઓ અને કેરિયરની શરૂઆત કરનારા લોકોને ઉત્કૃષ્ટ તક પુરી પાડી રહ્યું છે જે માટે તેણે પ્રોગ્રામ પણ લૉન્ચ કર્યું છે. આ પ્રોગ્રામમાં ઉમેદવારોને વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસની સાથે એક કંપનીમાં કામ કરવાનો વાસ્તવિક અનુભવ મળશે કે કઈ રીતે મોટી કંપનીઓમાં કામ કરવામાં આવે છે.

મળશે આટલી સેલરી

પ્રોગ્રામ હેઠળ ઉમેદવારને એક માસ માટે કંપનીના CEO બનાવવામાં આવશે તેમજ રૂ.1.6 લાખ વેતન અપાશે. આ ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ, આવાસ અને અન્ય લાભ આપવામાં આવશે. બાદમાં પસંદગી પામેલ CEO કાયમી રીતે કંપની સાથે કામ કરવાનું ચાલુ રાખી શકે છે અથવા ક્લાયન્ટ ઓર્ગનાઈઝેશન સાથે જોડાઈ શકે છે. ધ એડેકો ગ્રુપ ઇન્ડિયાનાં એમડી માર્કો વાલ્સેચીએ જણાવ્યું હતું કે પ્રોગ્રામને ચોક્કસાઈપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રોગ્રામ હેઠળ બિઝનેસ ઈનીટેટીવ, સ્પેશ્યલ પ્રોજેક્ટ, બિઝનેસ ઓપરેશન, પ્લાન માર્કેટ સ્ટ્રેટેજીની તકો પુરી પાડવામાં આવશે અને તેનું હું બારીકાઇથી નિરીક્ષણ કરીશ. ચાલુ માસના અંતમાં આ અંગે વિસ્તૃત જાહેરાત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ અભ્યાસક્રમો ધરાવતા લોકોને વધુ નોકરીની તકો 

નિષ્ણાતોના કહેવા મુજબ, 2019માં આઇટી કંપનીઓ ડેટા સાયન્સ, ડેટા એનાલિસિસ, સોલ્યુશન આર્કિટેક્ટ્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને સાયબર સિક્યોરિટીમાં કુશળતા ધરાવતા પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવશે. ટીમલિઝ સેવાઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ભારતીય આઇટી ઉદ્યોગમાં આશરે 2.5 લાખ નવી નોકરીઓની અપેક્ષા છે.

ભરતીના કિસ્સામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય આઇટી સેક્ટર માટે સારા રહ્યા નથી. જોકે હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. ફોર્ચ્યુન મેગેઝિન મુજબ, ટીસીએસ અને ઇન્ફોસીસ જેવી મોટી કંપનીઓ ઝડપથી ભરતી કરી રહી છે. બંને કંપનીઓએ છેલ્લા નાણાકીય વર્ષમાં હજારો નવી નોકરીઓ આપી છે. ગયા વર્ષની સરખામણીમાં ભરતીમાં 300 ટકાનો વધારો થયો છે.

47 દેશોના ઉમેદવારોને તક

માર્કોએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ 47 દેશોના ઉમેદવારો માટે ખુલ્લો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ટોપ ટીયર અને ટીયર 2 વિશ્વવિદ્યાલયોમાંથી સૌથી વધુ અભ્યર્થીઓ આવ્યા છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ યુવાનોને વાસ્તવિક દુનિયાની તાલીમ આપવાનો છે જેથી કોર્પોરેટ જગતમાં તેઓ તેમનો વિશ્વાસ અને જોખમ વધી શકે છે. તેઓએ કહ્યું હતું કે આ કાર્યક્રમ તમામ દેશોમાં એક સાથે ચાલશે. ભારતમાં એક માસ માટે CEO બનવા માટેનું પ્રથમ પગલું 10 ઉમેદવારોન શોર્ટલિસ્ટથી થશે. આ અંતિમ 10 ઉમેદવારોમાંથી એક માસ માટે વૈશ્વિક CEO બનાવવા માટે પસંદ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આ કંપનીમાં નોકરી કરવાની સોનેરી તક, લાખોમાં મળશે પગાર, કરો માત્ર આટલું કામ"

Leave a comment

Your email address will not be published.


*