સરકાર ગરીબી નહિ પણ ગરીબો હટાવી રહી છે- સ્ટેડિયમની નજીક 45 પરિવારોને અપાઈ પ્લોટ ખાલી કરવાની નોટિસ

Government removes poverty but not poverty - Notice to evacuate plot given to 45 families near stadium

ડોનાલ્ડ ટ્રમ્પ અગામી 24 ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં પણ આવી રહ્યાં છે. જેમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહેવા ના છે. અમદાવાદમાં જે રસ્તા પર થઈને ટ્રમ્પનો કાફલો પસાર થવાનો છે, તે રસ્તાની આસપાસના વિસ્તારોને સારા દેખાડવા માટે સ્થાનિક સત્તાધીશો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

તંત્રીઓએ અમદાવાદમાં માત્ર રસ્તાની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીને ઢાંકવા માટે દીવાલ જ નથી ઉભી કરી એવું નથી, પરંતુ એવા સમાચાર પણ સામે આવી રહ્યાં છે કે, અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંની દેવશરણ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારોને ઘર છોડાવા માટેની નોટિસ ફટકારી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 17 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમની પાસે ઝૂંપડામાં રહેતા 45 પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ એ જ જગ્યા છે, જેને છેલ્લાં કેટલાક દિવસોથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહેમાનનગતિ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસના ભારતના પ્રવાસે આવવાના છે, તેઓ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી સમાચાર પ્રમાણે, ઝૂંપડપટ્ટીમાં રહેતા આ પરિવારોના આશરે 200 લોકો રજિસ્ટર્ડ કંસ્ટ્રક્શન વર્કર હતા. ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે, જે પ્લોટ પર તેઓ આશરે 2 દાયકાઓથી રહી રહ્યા છે, તેમને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ પ્લોટ છોડીને જતા રહે અને આ બધું જ મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને કારણે કરવામાં આવી રહ્યું છે. જો કે AMC અધિકારીઓનું કહેવું છે કે, આ નોટિસ અને ટ્રમ્પના આગમન સાથે કોઈ લેવાદેવા નથી. જણાવી દઈએ કે, સ્થાનિક વહીવટી તંત્રએ આ પગલુ ઝૂંપડપટ્ટી ઢાંકવા માટે દીવાલ ઉભી કર્યાના થોડા દિવસો બાદ જ ભર્યું છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઈન્દિરા બ્રિજ સાથે જોડતા રસ્તા પર એક દીવાલ બનાવવામાં આવી રહી છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રસ્તા પર રોડ શો કરશે. પાલિકા જે દીવાલ બનાવી રહી છે, તે આશરે અડધો કિમીના રસ્તામાં છે અને 6થી 7 ફૂટ ઊંચી દીવાલ છે. મળતી મહી અનુસાર, 500 કરતા વધુ કાચા મકાનોની આ ઝૂંપડપટ્ટી દાયકાઓ જુના દેવ સરન અને રસનિયાવાસ સ્લમ એરિયાનો હિસ્સો છે. જ્યાં આશરે 2500 લોકો રહે છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે રસ્તા પર રોડ શો કરવાના છે, તેનું સૌંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં ખજૂરના ઝાડ પણ લગાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: