રોડ પર સૂતા લોકોને 5-સ્ટાર હોટલ માં રાખશે આ દેશની સરકાર

Published on Trishul News at 12:40 PM, Wed, 1 April 2020

Last modified on April 1st, 2020 at 12:40 PM

દુનિયાભરમાં કોરોનાવાયરસનો સંકટ છવાયેલો છે. દરેક દેશ પોતપોતાની રીતે કોરોનાવાયરસના સંક્રમણને ઓછું કરવાના પ્રયત્નો કરી રહી છે.એવામાં એક દેશ એવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે જેના અંતર્ગત રોડ પર સૂતા લોકોને કોરોનાવાયરસથી બચાવવા માટે ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવશે.

આ મામલો ઓસ્ટ્રેલિયાના પર્થ નો છે. રોડ પર સુતા લોકોને લગભગ 20,000 રૂપિયા પ્રતિ રાત ભાડાવાળા હોટેલમાં શિફ્ટ કરવામાં આવશે.પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સરકાર આ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે.

પ્રોજેક્ટ અંતર્ગત લગભગ એક મહિના સુધી રોડ પર સૂતા લોકોને હોટલમાં રાખવામાં આવશે.શરૂઆતમાં 20 બેઘર લોકોને પેસિફિક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રોજેક્ટને હોટેલ વીથ હાર્ટ નામ આપવામાં આવ્યું છે. સરકાર આવા બેઘર લોકોને પસંદ કરશે જે અત્યાર સુધી પોતાની જાતને કરવામાં આઈસોલેટ કરવામાં નાકામ રહ્યા છે. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં ઘરેલુ હિંસાની શિકાર મહિલાઓ અને માનસિક સ્વાસ્થ્ય સાથે ઝઝૂમી રહેલા લોકોને પણ શામેલ કરવામાં આવી શકે છે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો હોટલના 120 રૂમ ઉપયોગમાં લેવામાં આવશે.

નવા પ્રોજેક્ટ ની વાત ત્યારે ઉઠી જ્યારે બેઘર લોકોને કોરોનાથી બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું. કમ્યુનિટી સર્વિસ મિનિસ્ટર સિમોનનું કહેવું છે કે આ પ્રયાસથી અમે સ્વાસ્થ્ય સેવાઓ પર પડનાર દબાવને ઓછો કરી શકીએ છીએ.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Be the first to comment on "રોડ પર સૂતા લોકોને 5-સ્ટાર હોટલ માં રાખશે આ દેશની સરકાર"

Leave a comment

Your email address will not be published.


*