ગુજરાતનું શિક્ષણ જગત ભરશે એક નવી ઉડાન- આ એક લાખ વિધાર્થીઓને મફત ભણાવશે સરકાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં સૌપ્રથમવાર સરકાર શૈક્ષણિક ક્ષેત્રે એક નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં સમગ્ર રાજ્યમાં 50 જેટલી રહેણાંક શાળાઓ(Residential schools) શરૂ કરવામાં આવશે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં સૌપ્રથમવાર સરકાર શૈક્ષણિક ક્ષેત્રે એક નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં સમગ્ર રાજ્યમાં 50 જેટલી રહેણાંક શાળાઓ(Residential schools) શરૂ કરવામાં આવશે. આ મુદ્દે કેમ્બ્રિજ યુનિવર્સિટી(Cambridge University)ના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડિસેમ્બરના અંત સુધીમાં આ શાળાનો શરૂ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના માટે વાયબ્રન્ટ સમિટ(Vibrant Summit)માં કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે MoU પણ કરવામાં આવશે.

રાજ્યમાં 50 જેટલી રેસિડેન્ટ શાળાઓ શરૂ કરવામાં આવશે:
રહેણાંક શાળાઓમાં દર વર્ષે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં આવશે, આ રેસિડેન્ટ શાળામાં ધોરણ 1થી 5ના માત્ર ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી કુલ 50 શાળાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે, જો કે આ શાળા શરૂ થતાની સાથે એક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર પર રૂપિયા 60 હજારનો બોજો પડશે. જેને લઈને રાજ્ય સરકારે પણ પોતાની તૈયારીઓ દર્શાવી છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે MoU કરવામાં આવશે:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગુણવત્તસભર શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક પ્રકારની કોશિશ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પણ અવારનવાર ગુણોત્સવના અનેક કાર્યક્રમ યોજતી હોય છે, જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવતી હોય છે. ત્યારે હવે શિક્ષણક્ષેત્રે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે જેને કારણે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *