‘બેશરમ’ ગુજરાત સરકારે પોતાના બનાવેલા કોરોના નિયમોને તોડયા અને જનતા સાથે કરી ગદ્દારી, કેસ કરવાની પોલીસમાં હિંમત છે ખરી?

Published on: 11:46 am, Thu, 25 November 21

ગુજરાત(Gujarat): ગઈકાલે સુરત મહાનગર ભાજપ(Surat BJP) દ્વારા ભવ્યાતિભવ્ય મિલન સમારોહ યોજાયો જેમાં એક પણ વ્યક્તિ માસ્ક પહેરીને દેખાયો નહોતો. વાત કરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની કે જેઓએ વિવિઆઇપી બનીને સુરતવાસીઓને ટ્રાફિક જામ(Traffic jam)માં ફસાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રંગારંગ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ ઉધના દરવાજાથી અઠવાલાઇન્સ સુધી શહેરવાસીઓને ટ્રાફિક જામ નો સામનો કરવો પડ્યો હતો અને સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસને ભારે પરસેવો પાડવો પડ્યો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીઆઈપી કલ્ચર દૂર કરીને સામાન્ય કાર્યક્રમો યોજ્યા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલની જોડી એ વીવીઆઈપી કલ્ચર પાછું લાવીને શહેરીજનોને દુવિધામાં મુક્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમમાં વોર્ડ દીઠ કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા આ કાર્યકરોને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા માટે પ્રાઈવેટ અને સરકારી બસોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જ્યારે પોતાના વાહન લઇને આવતા કાર્યકરોને 200 રૂપિયાની પેટ્રોલ વાઉચર પણ આપવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. સાથે મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ભારે ટ્રાફિકના કારણે ઉધના દરવાજે એક એમ્બ્યુલન્સ 15 મિનિટ સુધી ફસાઈ રહી હતી અને દર્દીની હાલત કફોડી બની હતી.

આ કાર્યક્રમ ને લઈને હવે શહેર કોંગ્રેસ આકરા પાણીએ આવ્યું છે. સુરતમાં કોંગ્રેસનું નામનિશાન મટી ગયા બાદ હવે પ્રજાના પ્રશ્નો અને ભાજપના નેતાઓને કોરોના ગાઈડલાઈન્સ નથી નડતી તે વાતને લઈને સુરત શહેર પોલીસને અને કલેકટર ને આવેદનપત્ર આપીને ફરિયાદ કરવાનું સૂઝ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોને ખુદ ગુજરાત સરકારે જ માળીયે મૂકી દીધા છે. ત્યારે હવે ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની વિરુદ્ધ ફરિયાદ દાખલ થવા દે છે કે નહીં તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.