બાપ રે શું બેલેન્સ છે..!! વ્યક્તિ તરબુચને માથા પર મુકીને કરી રહ્યો છે ગજબ ડાન્સ- વિશ્વાસ ન આવે તો જોઈ લો આ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે જ કહી ઉઠશો કે શું સંતુલન છે.

આપણે સૌ લગ્ન અને પાર્ટીઓના વીડિયો જોતા રહીએ છીએ. દરરોજ કોઈ ને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આજે પણ એક વીડિયો વાયરલ થયો છે, જે બધા વિડીયો કરતા અલગ જ છે. આ વિડીયો જોયા પછી લોકો કહી રહ્યા છે આ પહેલા અમે આવો અદભૂત વિડીયો જોયો નથી.

લગ્નમાં લોકો મોજ કરવા માટે ડાન્સના વીડિયો કરે છે, કેટલાક સર્પ ડાન્સ કરે છે અને કેટલાક ભાંગડા કરે છે, પરંતુ આજે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તરબૂચને માથે રાખીનેડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો એકદમ અલગ સ્ટાઇલમાં છે, જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ડાન્સ કરી રહ્યા છે, ત્યારે જ એક યુવાન આવે છે અને તેના માથા પર તરબૂચ રાખીને ડાન્સ કરવાનું શરૂ કરે છે. તે માથા પર તરબૂચ સાથે અદભૂત નૃત્ય કરી રહ્યો છે. આ વીડિયો તમે કહેશો કે શું ગજબનું બેલેન્સ છે યાર..

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @hepgul5 પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયોને એક હજાર કરતા પણ વધારે લાઈક મળી ચુકી છે અને હજારો લોકો આ વિડીયોને જોઈ ચુક્યા છે. વિડીયો જોઇને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું છે કે, શું ગજબ બેલેન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *