જો તમે પણ મોડી રાત સુધી આ કામ કરતા હોવ તો થઈ જજો સાવધાન, નહી બની શકો પિતા

આજકાલ લોકો મોડી રાત સુધી જાગતા હોય છે આ દરમ્યાન મોટા ભાગના લોકો મોબાઈલમાં જોતા રહે છે. શું તમને પણ મોડી રાત સુધી ટીવી, મોબાઈલ,…

આજકાલ લોકો મોડી રાત સુધી જાગતા હોય છે આ દરમ્યાન મોટા ભાગના લોકો મોબાઈલમાં જોતા રહે છે. શું તમને પણ મોડી રાત સુધી ટીવી, મોબાઈલ, લેપટોપ જોવાની ટેવ છે? તો સાવધાન, આપની પિતા બનવાની મતાને જોખમ ઉભું થઈ શકે છે. કારણ કે સ્ક્રીનમાંથી નીકળતો નીલો પ્રકાશ શુક્રાણુઓના ઉત્પાદન અને તેની પર અસર કરી શકે છે. આવો સનસનાટીપૂર્ણ દાવો ઈઝરાયેલમાં થયેલા એક નવા સંશોધનમાં થયો છે.

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ દાવા અનુસાર, રાત્રે ટીવી જોવા, મોબાઈલ પર ગેમ રમવા કે લેપટોપ પર મિત્રો સાથે ચેટીંગ કરવાની આદત પિતા બનવાની ખુશી છીનવી શકે છે. તેલઅવિવ સ્થિત અસુતા મેડીકલ સેન્ટરના સંશોધકોએ સ્લીવ એન્ડ ફેટીંગ સેન્ટર’માં નપુંસકતાનો ઈલાજ કરાવી રહેલા 21થી59 વર્ષના 116 પુરુષોના શુક્રાણુઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. દરેક પાસેથી ઈલેકટ્રોનીક ઉપકરણોના ઉપયોગ અને સૂવાની આદત સાથે જોડાયેલી પ્રશ્નાવલી ભરાવાઈ હતી.

વૈજ્ઞાનિકો દ્વારા આ ઉપર રીસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સંશોધકોને જાણવા મળેલું કે, સૂરજ આથમ્યા બાદ મોબાઈલ, ટીવી કે લેપટોપનો અધિક ઉપયોગ કરવાથી માત્ર શુક્રાણુઓના ઉત્પાદનમાં જ કમી નથી આવતી. પરંતુ તેની ગુણવતાને પણ અસર કરે છે. શુક્રાણુઓનું તરીને અંડાણુ સુધી પહોંચવામાં અને તેને આકર્ષિત કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *