વ્યક્તિએ એકસાથે 370 યુવતીને કર્યા વિડીઓ કોલ, પછી કપડા કઢાવીને કરતો એવી કરતુત કે…

Published on: 2:49 pm, Sat, 26 June 21

ઉત્તર પ્રદેશના બલિયાથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ છે કે એક 35 વર્ષીય વ્યક્તિએ અહીં લગભગ 370 યુવતી ઓં ને વીડિયો કોલ કર્યો હતો અને આ દરમિયાન તેણે વાંધાજનક કૃત્ય કર્યું હતું. વીડિયો દરમિયાન ઘણી વખત વ્યક્તિએ તેના બધા કપડા પણ ઉતારી દીધા હતા.અને યુવતી ઓં ને પણ કપડા ઉતારવા માટે કહેતો હતો.

કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પુરુષે મહિલાઓ સાથે કરેલા વીડિયો કોલ રેકોર્ડ કર્યા હતા અને આ દ્વારા તેમને બ્લેકમેઇલ કરતો હતો. આરોપીએ પીડિત મહિલાઓને ધમકી આપી હતી કે જો તેઓ પોલીસ ફરિયાદ કરશે તો તે વીડિયો તેમના પરિવારજનોને મોકલી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની ઓળખ શિવકુમાર વર્મા તરીકે થઈ છે. તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. તે સ્ટેશનરી ચલાવે છે. આરોપીએ 14 અલગ અલગ જિલ્લામાં રહેતી મહિલાઓને વીડિયો કોલ કર્યા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે આ શખ્સે 7 મોબાઈલ ફોન અને ઘણી સીમનો ઉપયોગ કર્યો હતો. પોલીસને આરોપી સામે ગત વર્ષે લખનૌથી પ્રથમ ફરિયાદ મળી હતી. પીડિતાએ મહિલા હેલ્પલાઈન નંબર 1090 પર ફરિયાદ કરી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોઈપણ રેન્ડમ નંબર વિચારતો હતો અને એક એપ દ્વારા તેની પર્સનલ વિગતો ચકાસી લેતો હતો. જો તે કોઈ યુવતી નો ફોન નંબર હોય તો તે તેને વિડીયો કોલ કરતો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે વીડિયો કોલ દરમિયાન આરોપી તેના કપડા ઉતારતો હતો અને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરતો હતો.

જ્યાં સુધી તે મહિલા આ કોલ વિષે સમજે અને ફોન કનેક્ટ ન કરે ત્યાં સુધી તે વીડિયો રેકોર્ડ કરતો હતો. આ પછી તે મહિલાઓને બ્લેકમેલ કરતો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ને તેની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.