પતિ રોજ પત્નીને પિયર મૂકી આવતો અને ત્યાર પછી G.F સાથે ઘરે જ મનાવતો રંગરેલીયા

Published on Trishul News at 1:55 PM, Tue, 10 December 2019

Last modified on December 10th, 2019 at 1:55 PM

પતિ-પત્ની વચ્ચેના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે આવે છે. પરંતુ અમુક વખત સબંધોમાં તિરાડ પડતી જોવા મળે છે. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચેના ઝગડાઓ હોય છે. અથવા તો લગ્નના સબંધો પછી પણ અન્ય વય્ક્તિ સાથેના આડકતરા સબંધોને લઈને પણ  પતિ પત્ની વચ્ચે ઝગડાઓ થતા હોય છે. અહી આવી જ એક ઘટના જોવા મળી છે.

પ્રતીકાત્મક તસ્વીર

વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથે ભાડાનાં મકાનમાં રહેતો ભરૂચનો યુવક રોજ સવારે પત્નીને નોકરી પર જવાને બહાને પત્નીને તેના પિયર મુકી આવતો હતો. જે બાદ પતિ પ્રેમિકાને લઇને પાછો ઘરે આવતો હતો. પત્નીને પતિ પર શંકા જતા પત્નીએ રંગે હાથે તેને ઝડપી પાડ્યો હતો. પરિણીતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતી યુવતીએ પોલીસમાં પતિ નિકુલ રાઠોડ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન 2018માં થયા હતાં. લગ્નનાં થોડા મહિના બાદ જ સાસરિયાઓએ દહેજની માંગણી કરીને માર પણ માર્યો હતો. જેથી તે પતિ સાથે વડોદરા રહેવા આવી હતી. પતિએ એક કંપનીમાં નોકરી પર લાગ્યો છું તેમ જણાવીને બંન્ને બે મહિના પહેલા ભાડાનાં મકાનમાં રહેતા હતાં.

પત્ની વારંવાર પૂછતી હતી કે, તમે ક્યાં નોકરી કરો છો તે તો કહો. પરંતુ હંમેશા પતિ તેને નકારી દેતો. જે બાદ કંટાળીને પતિએ એક કંપનીનું નામ આપ્યું હતું. પતિએ જે નામ જણાવ્યું તે કંપનીમાં પત્નીએ ફોન કરીને પૂછપરછ કરતાં જાણ થઇ કે, આ નામનો કોઇ વ્યક્તિ કંપનીમાં કામ જ નથી કરતો.

ત્યાર પછી પત્નીને પોતાના પતિ ઉપર શંકા થવા લાગી હતી. જેના કારણે પત્ની અને તેના ભાઈએ મળીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, પતિ કોઈ કંપનીમાં કામ કરી રહ્યો નથી પરંતુ ઓફિસે જવાનું બહાનું કાઢીને પોતાની પત્નીને પિયર મૂકી આવતો હતો અને ત્યાર પછી અન્ય મહિલાને પોતાના ઘરમાં લાવીને રંગરેલીયા મનાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "પતિ રોજ પત્નીને પિયર મૂકી આવતો અને ત્યાર પછી G.F સાથે ઘરે જ મનાવતો રંગરેલીયા"

Leave a comment

Your email address will not be published.


*